ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના જમાલપુર – ખાડિયા ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ માનનીય નાણાં મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ સમક્ષ,
જી. એસ. ટી. ની ચોરી અંગે ની તપાસ તેમજ જી. એસ. ટી. ની ચોરીના કિસ્સામાં પકડાયેલ ઈસમો અને જી. એસ. ટી. ની બે વર્ષમાં થયેલ આવક ને લગતા પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં રાજય સરકારે પોતાનો જવાબ આપ્યો હતો
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ પ્રશ્ન મુક્યો હતો કે,
તા.૩૧-૦૧-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં માસવાર સરકારને કેટલી જી. એસ. ટી. ની આવક થઇ?
જેના જવાબમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રક રજુ કરીને બે વર્ષ તા.૦૧-૦૨-૨૦૨૧ થી તા.૩૧-૦૧-૨૦૨૩ સુધીની ફેબ્રુઆરી માસથી જાન્યુઆરી માસ સુધીની જી એસ ટી ની આવકની વિગત જાહેર કરી હતી.
જે પત્રક મુજબ,
(તા.૦૧-૦૨-૨૦૨૧ થી તા.૩૧-૦૧-૨૦૨૨ દરમિયાનની)
ફેબ્રુઆરી – રૂ.૩૫૧૬.૯૬ કરોડ,
માર્ચ – રૂ.૩૫૧૮.૦૨ કરોડ,
એપ્રિલ -રૂ.૪૨૭૨.૦૬ કરોડ,
મે- રૂ.૨૬૩૬.૬૪ કરોડ,
જૂન – રૂ.૨૮૭૪.૭૫ કરોડ,
જુલાઈ – રૂ. ૩૮૯૨.૮ કરોડ,
ઓગસ્ટ – રૂ. ૩૫૨૯.૭૬ કરોડ,
સપ્ટેમ્બર – રૂ. ૩૬૫૩. ૬૬ કરોડ,
ઓક્ટોબર – રૂ. ૩૮૨૨.૧૩ કરોડ,
નવેમ્બર – રૂ. ૪૦૦૪.૮૨ કરોડ,
ડિસેમ્બર – રૂ. ૩૬૯૨.૦૨ કરોડ,
જાન્યુઆરી – રૂ. ૪૩૬૫.૭૯ કરોડ
(તા.૦૧-૦૨-૨૦૨૨ થી તા.૩૧-૦૧-૨૦૨૩ દરમિયાનની)
ફેબ્રુઆરી – રૂ.૪૧૮૯.૦૮ કરોડ,
માર્ચ – રૂ.૪૫૩૦.૯૪ કરોડ,
એપ્રિલ -રૂ.૫૦૫૫.૪૮ કરોડ,
મે- રૂ.૪૨૧૮.૩૬ કરોડ,
જૂન – રૂ.૪૧૯૩.૭૨ કરોડ,
જુલાઈ – રૂ. ૪૪૭૬.૨ કરોડ,
ઓગસ્ટ – રૂ. ૪૦૫૩.૮૪ કરોડ,
સપ્ટેમ્બર – રૂ. ૪૨૪૭.૬૬ કરોડ,
ઓક્ટોબર – રૂ. ૪૯૨૫.૬૯ કરોડ,
નવેમ્બર – રૂ. ૪૫૫૩.૯૪ કરોડ,
ડિસેમ્બર – રૂ. ૪૮૫૬.૩૮ કરોડ
જાન્યુઆરી – રૂ. ૫૨૨૭.૩૮ કરોડ
જીએસટી ચોરીને લઇ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપતા કહ્યું હતું કે અત્યાર સુધી ૧૭,૨૨૯ જેટલા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત નાણાં મંત્રી એ બાંહેદારી આપી હતી કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી. એસ. ટી ) માં થતી ચોરી અંગે સઘન તપાસ ચાલુ રહેશે અને પકડાયેલ ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.