અમદાવાદ

પૈસો મારો પરમેશ્વરને હુ પૈસાનો દાસ ગીત ગાતા ઔડાના અધિકારીઓ !

Published

on

પૈસો મારો પરમેશ્વરને હુ પૈસાનો દાસ ગીત ગાતા ઔડાના અધિકારીઓ !

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના દિવા તળે અંધારુ !

બિલ્ડરોની ગેર કાયદે સ્કીનોને આંખ બંધ કરી આપી રહ્યા છે મૌન સ્વીકૃતી !

મૌન સ્વિકૃતિની એવજીમાં અધિકારીઓ શુ લઇ રહ્યા છે આર્થિક લાભ !

અમદાવાદ અર્બેન ડેવલપમેન્ટ ઓથોરીટી એટલે કે ઔડાએ શહેરના વિકાસ માટે ડેવલપમેન્ટ પ્લાન 2021ની સાથે આસપાસના 68 ગામોમાં જનરલ એગ્રીકલ્ચર ઝોન અને પ્રાઇમ એગ્રીકલ્ચર ઝઓન મુક્યો હતો,
પણ નિયમોની ઐસી તૈસી કરીને અથવા કો કેટલાક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને નિશ્ચિત બિલ્ડરોએ અહી સબ પ્લોટિંગ કરીને સ્કીમો બનાવી દીધી છે, મહત્વની વાત તો એ છેકે તમામ વસ્તુઓ ઔડાના
ઉચ્ચ અધિકારીઓ જાણતા હોવા છતાં માત્ર નોટિસ આપીને સંતોષ મનાઇ રહ્યો છે,

Advertisement

ઔડાના સુત્રોની માનીએ તો અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીએ 2014માં શહેરના વિકાસ માટે પ્લાન બનાવ્યો તેને ડીસેમ્બર 2014માં રાજ્ય સરકારે મજુરી કરી દીધી, પણ સામે ઔડાએ બનાવેલા 68 ગામોના વિકાસના પ્લાન ઉપર
બ્રેક મારી દેવાઇ, સાથે 68 ગામોની જમીનને ત્રણ પ્રકારની એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવી દેવાયો,, જેથી કોઇ સ્કીમ કે બાધકામ જેવા બાબતો ઉપર બેન કરી દેવાયા હતા, પણ ત્યારે આ બેન હટશે તો બાંધકામ થશે તેની આશા સાથે કેટલાક
બિલ્ડરોએ અહી જમીનો ખરીદી લીધી હતી, પણ અગ્રિકલ્ચર ઝોનમાં હોવાથી તમામની જમીન બ્લોક થઇ ગઈ હતી, છતાં નિયમોની ઐસિ તૈસી કરીને બિલ્ડરોએ જમીનો ઉપર પ્લોટીંગ કર્યુ એટલુ નહી સ્કીમો પણ બનાવી દીધી,,આ જમીનો ઉપર
અત્યારે 100વધુ સ્કીમો મુકી દેવાઇ છે,જ્યારે જેમાં મંજુરી 10 ને પણ નથી મળી,

હાઇકોર્ટનો કડક વલણ
2021માં ગેરકાયદે બાંધકામને લઇને ગુજરાત હાઇકોર્ટે જ્યારે કડક વલણ અપનાવ્યો હતો, ત્યારે ઔડાએ માત્ર હાઇકોર્ટને બતાવવા માટે 8થી 10 સ્કીમોને નોટિસ અપી હતી પણ સ્કીમોને સીલ કરવાની તશ્દી પણ લીધી ન હતી
મહત્વની વાત એ છે કે જ્યારે આવી સ્કીમોમાં જેલોકો ઘર ખરીદવા જાય છે તેઓ ઔડામાં તપાસ કરવા આવે છે કોઇ પણ સ્કીમના મંજુરી માહિતી ઔડામાં નથી, સાથે અધિકારીઓ સ્કીમ ગેરકાયદે છે તેવુ પણ કહેતા નથી
જેથી લોકો આવી સ્કીકોમાં ઘર લઇને ફસાઇ રહ્યા છે,

Advertisement

આ સ્કીમોમાં મકાન  લેતા પહેલા તપાસ કરજો

નવ ગુજરાત સમય અખબારના સમાચારની માનીએ તો
શહેરની અડીને આવેલા રાચરડાંમાં સૌથી વધુ સ્કીમો બની છે
જેમાં સુરમ્ય ટુ, સાંકેત ફોર,સુંદરવન,પુષ્પ, સંતુર,,તુલીપ સીટાડેલ, ઓલિવવુડ્સ,પ્રાકૃતિ, અનેરી વિલા,,ગોકુલ,જેવી સ્કીમો વગર મજુરીએ બની રહી છે,
નાસમેદમાં, આંતર ક્ષિતિજ,,કર્મભુમિ 1,અપલેન્સ,
સાણાવડમાં અરવિંદ આલ્કોવ, શિલ્પગ્રામ 1થી 4
રણછોડપુરામાં અનેરી,
પોલોડિયામાં અનન્યા, સુરમ્ય 3, સોપાન આઇકોન
મણિપુર પોલોડિયામાં, પ્રાર્થના ઉપવન,
સોનવડમાં ગ્રીન વેલી,
વડસરમાં સોપાન એક્સોટિંકા,
રકનપુરમાં સોપાન,સેન્ટોસા,
નાંદોલીમા વાત્સલ્ય1,2,સુરમ્ય 7
ખાત્રજમાં સુરમ્ય 1,
મહત્વની વાત એ છે કે લોકોની તપાસ પછી ઉપરોક્ત સ્કીમોની કાયદેસરતા તપાસાઇ રહીછે, નવગુજરાત સમયે લખ્યુ છે કે સિનિયર ટાઉનપ્લાનર આર જે રાવલ પ્રતિક્રીયા આપવાનુ ટાળી રહ્યા છે,

 

Advertisement

1 Comment

  1. Pingback: ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું ! – Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version