ઇન્ડિયા
ફુદીનો ઉનાળામાં નાની મોટી અનેક સમસ્યાઓમાં અપાવે છે રાહત
ફુદીનો ઉનાળામાં નાની મોટી અનેક સમસ્યાઓમાં અપાવે છે રાહત
ઉનાળાના દિવસોમાં ખાવા-પીવાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે આ સિવાય ઉનાળામાં બીમાર થવાનો ખતરો વધી જાય છે. આ દિવસોમાં સ્વસ્થ રહેવા માટે ફુદીનાના સૌથી સારી ચીજ છે, અને ફૂદીના સરળતાથી બધે મળી રહે છે, ફૂદીનામાં કોપર મેગ્નેશિયમ વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે, ગરમીઓમાં ફુદીનાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં સૌથી વધારે ફુદીનાનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરવામાં આવે છે તો ચાલો આજે આપણે ફુદીનાના ફાયદા જાણીએ.
ગરમીમાં રાહત
ફુદીનામાં બહોળા પ્રમાણમાં મેન્થોલ મળી આવે છે જે શરીરને ઠંડક પહોંચાડવામાં સહાયક બને છે, તેમજ ગરમીમાં ફુદીનાનું સેવન કરવાથી ગરમીમાંથી રાહત મળે છે.
પેટ દર્દમાં આરામ
ગરમીના દિવસોમાં ખાવાનું સરળતાથી પચતું નથી ત્યારે સામાન્ય રીતે પેટના દુખાવાની સમસ્યા ઉપસ્થિત થતી હોય છે, જ્યારે ખરાબ ખાનપાનની આદતના કારણે પણ પેટમાં દુખાવો થઈ શકે છે, જો તમને પણ ગરમીમાં ખરાબ ખાનપાનની આદતના કારણે પેટમાં દુખાવો રહેતો હોય તો તમે ફુદીનાનું સેવન કરશો તો પણ આ દુખાવો દૂર થઈ જશે. આ માટે ફુદીનાના પાંચ પાંદડા સાથે સંચળ લેવું જોઈએ.
લૂ થી બચાવ
ફુદીનામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીવાયરલ ગુણોને જોવા મળે છે, ગરમીની ઋતુમાં ફુદીનાનું સેવન કરવાથી લૂની અસર થતી નથી, અને વાયરલ ફીવર હોય એવું હોય કે એંફ્લુએન્ઝા જેવી સમસ્યાઓ હોય તે થતી નથી, આ સિવાય ફુદીના ગરમીની ઋતુમાં બીમારી દૂર રાખવામાં આપણી મદદ કરે છે.
ઉબકા થી રાહત
વધારે પડતી ગરમી થઈ જવાના કારણે મન ખરાબ રહે છે, ઊલટી થવી જીવ ગભરાવો જેવી ઘણી બધી સમસ્યાઓ અચાનક થવા લાગે છે, એવામાં ફુદીના નાખેલું જલજીરા કેરીના શરબતમાં ફુદીના નાખી અન્ય કોઇ પીણુ બનાવી અને પીવાથી કોમેડી પણ તમને રાહત આપશે.