ગૃહ રાજયમંત્રી તથા ગાંધીનગર જિલ્લા પ્રભારી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર મહાનગર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને શહેર અને જિલ્લાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી. એ દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર ડે. મેયર, સ્ટે.કમિટીના ચેરમેન, ધારાસભ્યપદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.