ગાંધીનગર
મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ 25 સપ્ટેમ્બર થી જશે અચોક્કસ મુદત ની હડતાળ પર
મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ 25 સપ્ટેમ્બર થી જશે અચોક્કસ મુદત ની હડતાળ પર
ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વવારા સમગ્ર ગુજરાતમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપી ને મધ્યાહન ભોજન ના કર્મચારીઓ ની માંગણીઓ ને લઈ સરકાર ને અવગત કરાઈ છે.જોકે રાજય સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ના મળતા સમગ્ર ગુજરાત માં મધ્યાહન ભોજન કેન્દ્ર પણ બંધ રાખી ને વિરોધ કર્યો હતો જો રાજય સરકાર મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ ના હિત માં નિર્ણય નહીં કરે તો આગામી 25 સપ્ટેમ્બર થી જિલ્લા મથકે અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પ્રમુખ કિશોર જોશી એ ઉચ્ચારી છે.