ગાંધીનગર

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની હડતાળ સમેટાઈ

Published

on

 

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની હડતાળ સમેટાઈ

ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંચાલક મહામંડળ ના પ્રમુખ કિશોર જોશીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ ને લઇ આંદોલન કરવામાં આવ્યું હતું જોકે ભાજપના નેતા કે સી પટેલ ના સનિષ્ઠ પ્રયાસો ને પરિણામે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હકારાત્મક વલણ અપનાવતા તેઓએ આંદોલન પરત ખેંચવાની જાહેરાત કરી છે તેઓ એ રાજય સરકારનો આભાર માન્યો છે અને તમામ કર્મચારીઓએ પુનઃ કામમાં લાગી જવા માટે પત્ર લખીને અપીલ કરી છે..

પ્રતિશ્રી
જિલ્લા પ્રમુખ
તાલુકા પ્રમુખ

આંદોલન નો સુખદ અંત આવવા બાબત

Advertisement

સવિનય
મધ્યાહન ભોજન યોજના ના 96000 કર્મચારીઓ માટે તારીખ 12/9/2022 થી આવેદનપત્ર પાટણ જામનગર રાજકોટ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મેહસાણા ગોધરા ખેડા તાપી સુરત પંચમહાલ છોટાઉદેપુર ભાવનગર મોરબી દેવભૂમિ દ્વવારાકા અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ વગેરે જિલ્લા મા મામલતદાર સાહેબ ને આપણા પ્રશ્ન માટે આવેદનપત્ર આપવા મા આવ્યા ત્યાર બાદ ગાંધીનગર મુકામે 19 તારીખે ધરણા નો કાર્યક્રમ આપી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને આવેદનપત્ર આપ્યા ત્યાર બાદ તારીખ 20/9/2022 થી પાટણ જામનગર રાજકોટ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર ખેડા વગેરે જિલ્લા ના તાલુકા મા કેન્દ્ર બંધ રાખી હડતાલ મા જોડાયા અને તારીખ 21/9/2022 ના રોજ તાલુકા મથકે ધરણા નો કાર્યક્રમ આપવા મા આવ્યો અને તારીખ 21/9/2022 થી પાટણ જિલ્લા મા પ્રતીક ધરણા કર્યા ત્યાર બાદ પાટણ જિલ્લા ના કર્મચારીઓ દ્વવારા તારીખ 28/9/2022 થી અમરાંત ઉપવાસ પર બેચી ગયા આજ રોજ પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી અને ભાજપ ના આગેવાન કે. સી. પટેલની મધ્યસ્થી ને લીધે આપણા વેતન વધારા માટે સરકારશ્રી નું હકારાત્મક વલણ છે અને તમને યોગ્ય નિ્યાય આપવા ની મૌખિક બાંહેધરી આપતાં ત્યાર બાદ પાટણ જિલ્લા કલેક્ટર ગુલાટી સાહેબ દ્વવારા આપણા રાજ્ય મંડળ ના મહામંત્રી પ્રવીણભાઈ પરમાર તથા પાટણ જિલ્લા ના પ્રમુખ અને રાજ્ય મંડળ ના ઉપપ્રમુખ શ્રી વિનયસિંહ ઝાલા તથા આગેવાન સાથે મિટિંગ કરી કલેક્ટર સાહેબ દ્વવારા સરકાર મા આપણી વાત રજુ કરી ગાંધીનગર ખાતે કમિશ્નર સાહેબ મધ્યાહન ભોજન અને શિક્ષણ વિભાગ ના ઉચ્ચ અધિકારી સાથે સર્ચા કરવા મા આવી પાટણ કલેક્ટર સાહેબશ્રી દ્વવારા હૈયા ધરણા આપવા મા આવી કે હાલ વડાપ્રધાન શ્રી ગુજરાત મા છે તથા શનિ રવિ તથા દશેરા ની રજા છે માટે 5 તારીખ સુધી કોઈ જાહેરાત થાય એવી શક્યતા નથી માનદવેતન માટે સરકાર પોઝીટીવ છે અને ખુબજ ટૂંકા સમય માં વેતન વધારા ની સરકાર દ્વવારા જાહેરાત કરવા મા આવશે અને જો 5 તારીખ સુધી મા તમારી જાહેરાત ના થાય તો તમે ફરી થી તમારી માંગો માટે રજુઆત કરી શકો છો જેથી આગેવાન દ્વવારા કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી અમારાંત ઉપવાસ પુરા કરી નાયબ કલેક્ટર સાહેબ દ્વવારા તમામ કર્મચારીઓ ને પારણાં કરાવેલ છે અને પ્રતીક ધરણા જ્યાં સુધી પગાર વધારો ના થાય ત્યાં સુધી ચાલુ રાખવા નું નક્કી કરેલ હોય તેમજ હાલ નો સ્થિતિ જોતા આ આંદોલન પૂરું કરવા ની જાહેરાત કરું છું આવતી કાલ થી તમામ કેન્દ્રો વ્યવસ્થિત ચાલુ કરવા વિનંતી કરું છું અમારા આહવાન ને માન આપી આ આંદોલન મા જોડાયેલ તમામઆગેવાન તાહા કર્મચારીઓ અને આ આંદોલન મા સહકાર આપવા બદલ તમામ મીડિયા નો આભાર માનું છું
કિશોરભાઈ જોશી
પ્રમુખઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ

 

 

 

 

Advertisement

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version