પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !
https://www.panchattv.com/presidential-election-declared-why-gujarat-is-under-discussion/
મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે 23જુન થી લઇને 25 જુન સુધી યોજાનારા પ્રવેશોત્વસ દરમિયાન હડતાળ કરવાની ચિમકી આપી છે, મહત્વની વાત એ છે કે આ અંગે મંડળે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગણીઓ નહી સંતોષાય તો
આગામી દિવસોમા આવનારી ચૂંટણીમાં પણ પટાવાળાની ડ્યુટીનો પણ બહિષ્કાર કરવાની ચિમકી અપાઇ છે,
ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોના ચૂટણી પ્રવાસની શુ છે ફળશ્રુતિ – હાર્દીક પટેલને શુ કહ્યુ કાર્યકરોએ
ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા શાળા પ્રવેશોત્સવ નો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત પ્રમુખ કિશોર જોશીએ કરી છે તેમણે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી ને માંગ કરી છે કે આગામી 23 જૂન થી 25 જૂન સુધી ચાલનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ નહીં જોડાય તેમણે વધુમાં કહ્યું હતું કે તેમની પડતર માંગણી ઓ જેવી કે સમાન કામ સમાન વેતન મુજબ લઘુતમ વેતન ચૂકવવા માં આવે
બાળકો ને ભોજન આપવા માં બે વખત ભોજન બનાવવા માં ઠરાવ કરવા માં આવ્યો છે તે રદ કરવા માં આવે અથવા તે પ્રમાણે નું વધારા નું અનાજ ફાળવવા માં આવે અત્યારે રાજય સરકાર દ્વારા જે એનજીઓ ને કામ આપવા માં આવ્યું છે તેના બદલે મધ્યાહ્ન ભોજન ના કર્મચારીઓ પાસે જ બનાવડાવા માં આવે
સમગ્ર ગુજરાત માં 96 હજાર જેટલા કર્મચારીઓ જોડાયેલા છે જેમના માધ્યમ થી 52 લાખ બાળકો ને સમયસર મધ્યાહ્ન ભોજન યોજના નો લાભ મળે છે જો રાજય સરકાર દ્વારા તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગુજરાત વિધાનસભા ની ચૂંટણી દરમ્યાન ચૂંટણી કામગીરી થી તેઓ દૂર રહેશે