એ એમ સી દ્વારા મેગા મેડિકલ કેમ્પ નું કરાયું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિતે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.તમામ દર્દીઓ ની નિઃશુલ્ક તપાસ અને દવાઓ આપવામાં આવી હતી.ગંભીર દર્દીઓ ના ઓપરેશન અને તેનો ખર્ચ પણ તંત્ર ઉઠાવશે આ મેગા મેડિકલ કેમ્પ દરમ્યાન મેયર કિરીટ પરમાર ,ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ,પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ ,દંડક અરૂણસિંહ રાજપૂત સહીત ભાજપ ના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા