નંદ ઘર નું ભુમીપુજન કરતા ગાંધીનગર ના મેયર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-11માં સમાવિષ્ટ ભાટ ખાતે અદ્યતન સુવિધાઓ ધરાવતી રૂ.22.5 લાખના ખર્ચે તૈયાર થનાર નવીન આંગણવાડી કેન્દ્ર (નંદઘર)ના બાંધકામનું ખાતમુહૂર્ત અને દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવાના હેતુથી વોર્ડ નં-11માં સમાવિષ્ટ ભાટ ખાતે રૂ.9.88 કરોડ ખર્ચે તૈયાર ડ્રેનેજ નેટવર્ક તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કામનું ખાતમુહૂર્ત મેયર હિતેશભાઈ મકવાણા કર્યું. આ કાર્યક્રમમાં ડે.મેયર
પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઇ પટેલ, શહેર મહામંત્રી ગૌરાંગભાઈ પટેલ, સ્થાનિક કાઉન્સિલર વોર્ડ પ્રમુખ વોર્ડ મહામંત્રીઓ, કાર્યકર્તા ઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.