MEHSANA
ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે જે વિઝન અને મિશન તૈયાર કર્યું છે એ સાકાર થાય મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રખ્યાત બહુચરાજી મંદિરની મુલાકાત લીધી.
મનીષ સિસોદિયાએ પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે ‘આપ’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારીએ પણ બહુચરમાંની પૂજા અર્ચના કરી હતી અને ગુજરાત અને દેશના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
મનીષ સિસોદિયાએ ગુજરાત અને ભારતના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે બહુચરમાં ને પ્રાર્થના કરી.
મનીષ સિસોદિયાએ બહુચરાજી મંદીરનાં મહંતને મળીને ગુજરાત અને દેશના વિકાસ માટે આશીર્વાદ લીધા
મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરની બહાર સ્થાનિક લોકોને મળ્યા અને તેમની સાથે ચા પણ પીધી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગઈ કાલે તેમની છ દિવસની મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા હતા. અને પછી હિંમતનગરથી મનીષ સિસોદિયાજીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાની શરૂઆત કરી હતી. આ જ અનુક્રમમાં આજે મનીષ સિસોદિયાજીએ મહેસાણામાં ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં ભાગ લીધો હતો. મહેસાણા બાદ મનીષ સિસોદિયાજી પ્રખ્યાત બહુચરાજી મંદીરમાં બહુચરમાં ના દર્શન કરવા પહોંચ્યા હતાં. મનીષ સિસોદિયાજી સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારી પણ દર્શન કરવા પહોંચ્યા હતા.
મનીષ સિસોદિયાજી પ્રસિદ્ધ બહુચરાજી માતાજીની પૂજા અર્ચના કરી હતી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પ્રસિદ્ધ બહુચરાજી મંદિર પહોંચ્યા અને બહુચરમાંની પૂજા અર્ચના કરી હતી. મનીષ સિસોદિયાએ ગુજરાત અને ભારતના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે બહુચરમાંને પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે જે વિઝન અને મિશન તૈયાર કર્યું છે એ સાકાર થાય એ માટે મનીષ સિસોદિયાજીએ બહુચરમાંને પ્રાર્થના કરી અને તેમના આશીર્વાદ લીધા કે ભારત દેશ વહેલી તકે સત્યના માર્ગે ચાલીને વિશ્વનો નંબર વન દેશ બને. મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરનાં મહંતને પણ મળ્યા હતા અને ગુજરાત અને દેશના વિકાસ માટે મહંત પાસેથી આશીર્વાદ પણ લીધા હતા. બહુચરાજી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ મનીષ સિસોદિયાજી તેમના આગળના કાર્યક્રમ માટે રવાના થયા હતા. મનીષ સિસોદિયાજીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારીએ પણ બહુચરમાંની પૂજા-અર્ચના કરી હતી અને ગુજરાત અને ભારતના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરની બહાર સ્થાનિક લોકોને મળ્યા અને તેમની સાથે ચા પણ પીધી.
મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરની બહાર સ્થાનિક લોકોને મળ્યા અને તેમની સાથે બેસીને ચા પણ પીધી. મનીષ સિસોદિયાજીએ સ્થાનિક લોકો સાથે ગુજરાતના વિકાસ વિશે ચર્ચા કરી. તેમને જણાવ્યું કે કેવી રીતે આમ આદમી પાર્ટીએ સાત વર્ષમાં દિલ્હીનો વિકાસ કર્યો અને દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્ય જેવા જનતાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાજકારણ શરૂ કર્યું. અને હવે એ જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ લોકો માટે કામ કરવાની રાજનીતિ શરૂ કરશે. બસ એકવાર ગુજરાતની જનતાએ કેજરીવાલજીને તક આપવી પડશે, ત્યાર બાદ પરિવર્તન નિશ્ચિત છે.