Connect with us

MEHSANA

ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે જે વિઝન અને મિશન તૈયાર કર્યું છે એ સાકાર થાય મનીષ સિસોદિયા

Published

on

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રખ્યાત બહુચરાજી મંદિરની મુલાકાત લીધી.

મનીષ સિસોદિયાએ પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે ‘આપ’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારીએ પણ બહુચરમાંની પૂજા અર્ચના કરી હતી અને ગુજરાત અને દેશના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

મનીષ સિસોદિયાએ ગુજરાત અને ભારતના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે બહુચરમાં ને પ્રાર્થના કરી.

મનીષ સિસોદિયાએ બહુચરાજી મંદીરનાં મહંતને મળીને ગુજરાત અને દેશના વિકાસ માટે આશીર્વાદ લીધા

Advertisement

મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરની બહાર સ્થાનિક લોકોને મળ્યા અને તેમની સાથે ચા પણ પીધી.

 

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગઈ કાલે તેમની છ દિવસની મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા હતા. અને પછી હિંમતનગરથી મનીષ સિસોદિયાજીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાની શરૂઆત કરી હતી. આ જ અનુક્રમમાં આજે મનીષ સિસોદિયાજીએ મહેસાણામાં ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં ભાગ લીધો હતો. મહેસાણા બાદ મનીષ સિસોદિયાજી પ્રખ્યાત બહુચરાજી મંદીરમાં બહુચરમાં ના દર્શન કરવા પહોંચ્યા હતાં. મનીષ સિસોદિયાજી સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારી પણ દર્શન કરવા પહોંચ્યા હતા.

મનીષ સિસોદિયાજી પ્રસિદ્ધ બહુચરાજી માતાજીની પૂજા અર્ચના કરી હતી.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પ્રસિદ્ધ બહુચરાજી મંદિર પહોંચ્યા અને બહુચરમાંની પૂજા અર્ચના કરી હતી. મનીષ સિસોદિયાએ ગુજરાત અને ભારતના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે બહુચરમાંને પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે જે વિઝન અને મિશન તૈયાર કર્યું છે એ સાકાર થાય એ માટે મનીષ સિસોદિયાજીએ બહુચરમાંને પ્રાર્થના કરી અને તેમના આશીર્વાદ લીધા કે ભારત દેશ વહેલી તકે સત્યના માર્ગે ચાલીને વિશ્વનો નંબર વન દેશ બને. મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરનાં મહંતને પણ મળ્યા હતા અને ગુજરાત અને દેશના વિકાસ માટે મહંત પાસેથી આશીર્વાદ પણ લીધા હતા. બહુચરાજી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ મનીષ સિસોદિયાજી તેમના આગળના કાર્યક્રમ માટે રવાના થયા હતા. મનીષ સિસોદિયાજીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારીએ પણ બહુચરમાંની પૂજા-અર્ચના કરી હતી અને ગુજરાત અને ભારતના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરની બહાર સ્થાનિક લોકોને મળ્યા અને તેમની સાથે ચા પણ પીધી.

મનીષ સિસોદિયા બહુચરાજી મંદિરની બહાર સ્થાનિક લોકોને મળ્યા અને તેમની સાથે બેસીને ચા પણ પીધી. મનીષ સિસોદિયાજીએ સ્થાનિક લોકો સાથે ગુજરાતના વિકાસ વિશે ચર્ચા કરી. તેમને જણાવ્યું કે કેવી રીતે આમ આદમી પાર્ટીએ સાત વર્ષમાં દિલ્હીનો વિકાસ કર્યો અને દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્ય જેવા જનતાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાજકારણ શરૂ કર્યું. અને હવે એ જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ લોકો માટે કામ કરવાની રાજનીતિ શરૂ કરશે. બસ એકવાર ગુજરાતની જનતાએ કેજરીવાલજીને તક આપવી પડશે, ત્યાર બાદ પરિવર્તન નિશ્ચિત છે.

MEHSANA

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં 22 સપ્ટેમ્બર ના રોજ બાસણામાં યોજાશે મહાસંમેલન

Published

on

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં 22 સપ્ટેમ્બર ના રોજ બાસણામાં યોજાશે મહાસંમેલન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે ચૂંટણી પૂર્વે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે.ત્યારે સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં અર્બુદા સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો શરૂ કરાયા છે..22 સપ્ટેમ્બર ના રોજ વિસનગર તાલુકા ના બાસણા ગામ ખાતે સદભાવના યજ્ઞ અને મહાસંમેલન નું આયોજન કરાયું છે ત્યારે નોંધનીય છે કે ચૌધરી સમાજ વિપુલ ચૌધરી ની પકડ ને જોતા આગામી વિધાનસભાની ચૂંટણી માં ભાજપ ને ઉત્તર ગુજરાત માં ભારે પડી શકે છે.

 

Continue Reading

MEHSANA

પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલે તેમના બહુચરાજી મત વિસ્તાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની કરાઈ ઉજવણી

Published

on

મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને વિશ્વવિભૂતિ નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિતે પૂર્વ ગૃહ પ્રધાન અને બહુચરાજી ના પૂર્વ ધારાસભ્ય રજની પટેલે તેમના મત વિસ્તાર માં વિવિધ પ્રકાર ના કાર્યક્રમો નું આયોજન કરી ને જન્મદિન ની ઉજવણી કરી હતી .

આદ્યશક્તિ શ્રી બહુચર માતાજી ને ૭૨ કિલો લાડુના ગોખ નો પ્રસાદ ધરાવવાનો કાર્યક્રમ
સ્થળ – શ્રી બહુચર માતાજી મંદિર બહુચરાજી
સમય- સવારે 7 થી 8

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ
સ્થળ – શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી
સમય સવારે 8:00 થી 8:30

મેગા રક્તદાન કેમ્પ
સ્થળ – ઉમંગ પાર્ટી પ્લોટ , રાધનપુર રોડ , મહેસાણા
સમય સવારે 8:00 થી 12

જોટાણા ખાતે આંગણવાડીના નાના ભૂલકાઓનો આરોગ્ય ચકાસણી કાર્યક્રમ તથા ભોજન સમારંભ સ્થળ – પ્રજાપતિ સમાજની વાડી, જોટાણા
સમય – સવારે 09:00 થી 10

Advertisement

શ્રી ગંગવા કુવા સિકોતર માતા, દેલવાડા મહા આરતી નો કાર્યક્રમ સ્થળ – દેલવાડા
સમય – બપોરે 3 થી 4

વહાલી દિકરી કાર્યક્રમ તથા વહાલી દિકરી સર્વપ્રથમ ભવ્ય ગુજરાતી નાટક
સ્થળ – હરસિધ્ધિ પાર્ટી પ્લોટ, રાધનપુર રોડ, મહેસાણા
સમય- સાંજે 6:00
પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમો માં મોટી સંખ્યામાં લોકો એ ભાગ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની ઉજવણી કરી હતી.

Continue Reading

MEHSANA

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થનમાં અર્બુદા સેના એ દિયોદર બંધનું આપ્યું એલાન

Published

on

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થનમાં અર્બુદા સેના એ દિયોદર બંધનું આપ્યું એલાન

 

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેસાણા દૂધ સાગર ડેરી ના કૌભાંડ મામલે ધરપકડ કરાઈ છે જેને લઇ ને મહેસાણા કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે.ત્યારે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઇ તેમના સમર્થકો માં ભારોભાર રોષ પ્રવતિ રહી છે જેને લઇ ને અર્બુદા સેના દ્વારા શનિવારે દિયોદર બંધ નું એલાન આપ્યું છે.ત્યારે નોંધનીય છે કે વિપુલ ચૌધરી સમગ્ર ઉત્તર ગુજરાત માં મહેસાણા ,બનાસકાંઠા અરવલ્લી ,સાબરકાંઠા અને ગાંધીનગર સહીત ના જિલ્લાઓ માં મોટી સંખ્યામાં સમર્થકો ધરાવે છેજેને લીધે આગામી સમય માં યોજાનાર ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ ને મોટો ફટકો પડી શકે છે..

 

 

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.