અમદાવાદ
અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ
અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ
ભગવના જગન્નાથની અમદાવાદમાં 145 યાત્રા માટે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે છેલ્લા 22 વરસથી મુસ્લિમ સમાજ ચાંદીનો રથ મંદિરમાં ભેદ સ્વરુપે આપીને
હિન્દુ મુસ્લિમ એકતાને દૃઢ કરતો રહ્યો છે, મહત્વની વાત છે કે મુળ બંગાળના મુસ્લિમ એવા રઉફ બંગાળીનો પરિવાર દર વખતે ચાંદીને રથ આપીને હિન્દુ મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરતો હોય છે.
રઉફ ભાઇ બંગાળી આમ તો તેમના પિતા અમદાવાદ આવ્યા હતા, તેઓ સોના ચાંદીને ઘરેણા બનાવવાની તાલીમ લઇને પિતાની સાથે કામે લાગી ગયા, સમયાન્તરે પોતાની મહેનતે તેઓ
સોના ચાંદીના મોટા વેપારી થયા, તેઓ અમદાવાદમાં છેલ્લા 40 વરસમાં અનેક પ્રકારના કોમી તોફાનો જોયા,, તેઓ જમાલપુરમાં રેહતા હોવાથી અને હિન્દુ વેપારીઓ સાથે વ્યવસાય હોવાથી
ક્યારેય તેમને નથી લાગ્યુ કે તેઓ મુસ્લિમ છે, હિન્દુ મિત્રોએ પણ તેમને મુસ્લિમ હોવાના કારણે અવગણ્યો હોય તેવી ઘટના પણ ક્યારેય ન બની,,
રાઉભ ભાઇ શેખને લોકો બંગાળી કહે તે ગમે છે, બંગાળના અમદાવાદમાં લગભગ 50 હજારથી વધુ પરિવારો રહે છે, આ સમાજના તેઓ પ્રમુખ પણ છે, તેઓ મુસ્લિમ હોવા છતાં ભગવાન જગન્નાથ
પ્રત્યે તેમની અપાસ આસ્થા છે, જ્યારે કોરોના કાળમાં બે વરસ ભગવાનની યાત્રા ફિકી રહી તો તેઓ પણ દુખી થયા હતા, છતાં આ વખતે જ્યારે ભગવાન નગર ચર્ચાએ નિકળવાના છે, ત્યારે તેમની સાથે
તેમના પરિવારમાં પણ હર્ષોલ્લાસ દેખાય છે, કારણ કે દર વરસે તેઓ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સ્વરુપે ચાંદીનો રથ આપતા હોય છે,
રઉફ ભાઇના પુત્ર અજીજ શેખ પણ પોતાના પિતાની આ પરંપરાને આગળ વધારી રહ્યા છે, આ વખત ખુબ નવીન રીતે શાહી ઠાઠ હોય તેવી રીતે ઢોલ નગાડા અને મશાલ સાથે ભગવાન માટે ચાંદીનો
રથ બનાવીને તેઓએ જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજીને અર્પણ કર્યા હતા,
મુસ્લિમ આગેવાન જૈનલુ આબેદીન અંસારીએ જણાવ્યુ હતુ કે ભગવાન જગન્નાથ યાત્રાને લઇને હિન્દુઓની જીમ મુસ્લિમ બિરાદરોમાં પણ ખાસ્સો ઉત્સાહ છે હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક આ મંદિર છે, જેથી મુસ્લિમ સમાજ પણ ભગવાન જગન્નાથ યાત્રાને લઇન ઉત્સાહિત છે
રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા
જ્યારે શેરુ ભાઇએ જણાવ્યુ હતુ કે ભગવાન નગર ચર્યાએ નિકળે તેમાં મુસ્લિમ સમાજમાં પણ ઉત્સાહ છે ભગવાનને વધાવવા અમે પણ આતુર છીએ
જ્યારે ગફ્ફાર ભાઇએ પણ જણાવ્યુ હતુ કે અમદાવાદમાં જગન્નાથની યાત્રા એટલે હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક છે, ત્યારે અમે પણ માનીએ છીએ યાત્રા શાંતિપુર્ણ સમ્પન્ન થાય
આ અંગે મંદિરના મહંત દિલિપ દાસજીએ જણાવ્યુ હતું કે રઉફ શેખનો પરિવાર વર્ષોથી મંદિરમાં દર્શન કરવા આવે છે, તેઓ અને તેમના પરિવારની આસ્થા પણ મંદિર સાથે સંકડાયેલી છે તેઓ દર વરસે
ભગવાન માટે ચાંદીનો રથ આપતા હોય છે, છેલ્લા બે વખતથી તેઓ આવી કોઇ ભેટ ભગવાનને આપી શક્યા નહતા, જેનો દુખ પણ આ પરિવારને હતો,, ત્યારે આ વખતે ચાંદીને રથ આપીને તેઓએ ધન્યતા અનુભવી છે,
સતત 11 દિવસથી ચાલી રહેલા ફ્રી વીજળી આંદોલનને સમગ્ર ગુજરાતમાં જનસમર્થન મળી રહ્યું છેઃ ઇસુદાન ગઢવી