અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થશે, તેવી અટકળો વચ્ચે તમામ પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે, તૈયારીઓ સાથે ઉમેદવારોની પસંદગીનો પણ એટલો જ મહત્વ છે ત્યારે વાત કરીએ
અસારવા બેઠકની,, આ બેઠક બીજેપીનો ગઢ માનવામાં આવે છે.1990થી ભગવાન રામ અહી બીજેપીને ફળી રહ્યા છે, રામજન્મ ભુમિ આંદોલન દરમિયાન ભાજપના વિઠ્ઠલ પટેલ આ સીટ ઉપર હિન્દુત્વના લહેર વચ્ચે જીત્યા,
ત્યાર પછી બીજેપીએ અહી પાછુ વળીને નથી જોયુ,, સતત 2017 સુધી ચહેરોઓ બદલાતા રહ્યા પણ બીજેપીનો કમળ અહી સતત ખીલતું રહ્યું, અત્યારે પ્રદીપ પરમાર જે રાજ્યમાં કેબીનેટ પ્રધાન છે,,તેઓ અહીથી ધારાસભ્ય છે
અસારવા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો
મુંબઈ રાજય થી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા ની વર્ષ 1962 માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી,
જેમાં અસારવા વિધાનસભા બેઠક પર થી કોંગ્રેસ ના મંગળ દાસ પંડ્યા ચૂંટાયા હતા
ત્યારબાદ વર્ષ 1967 માં એમ ટી શુકલા ,વર્ષ 1972 માં મગનભાઈ બારોટ વર્ષ 1975 માં લક્ષ્મણ પટ્ટણી ચૂંટાયા હતા
તેઓ ફરી વખત વર્ષ 1980 અને વર્ષ 1985 માં કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે રામ જન્મભૂમિ આંદોલન બાદ હિન્દુત્વ ની લહેર વચ્ચે યોજાયેલ ગુજરાત વિધાનસભા
ની વર્ષ 1990 માં બીજેપી ના ઉમેદવાર વિઠઠલભાઈ પટેલે કોંગ્રેસ ના પૂર્વ ગૃહ મંત્રી પ્રબોધ રાવલ ને હરાવ્યા હતા
28 વર્ષ બાદ પ્રથમ વખત બીજેપી ના ઉમેદવાર ચૂંટણી જીત્યા . ત્યાર થી અસારવા વિધાનસભા બેઠક બીજેપી નો ગઢ બની ગઈ છે .
ત્યાર બાદ વર્ષ 1995 માં વિઠઠલભાઈ પટેલ ફરી વખત અસારવા વિધાનસભા બેઠક પર થી ચૂંટણી જીત્યા હતા
એ વખતે બીજેપી નો 121 બેઠકો સાથે ભવ્ય વિજય થયો.જેની સાથે જ ગુજરાત માં પ્રથમ વખત બીજેપી ની સરકાર બની
.જેમાં મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલ બન્યા જોકે એ સમયે બીજેપી ના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સંસદ સભ્ય શંકરસિંહ વાઘેલા મુખ્યપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર હતા
જોકે તેઓ મુખ્યપ્રધાન ના બની શક્યા. તેઓ એ કેશુભાઈ પટેલ વિદેશ પ્રવાસે જતા બળવો કર્યો .એ સમયે શંકરસિંહ વાઘેલા ની નજીક મનાતા વિઠઠલભાઈ પટેલ પણ તેમની સાથે જવા માંગતા હતા
જોકે અસારવા માં સંઘ પરિવાર ના પ્રભાવ અને ડર ને કારણે તેમની સાથે જઈ ન શક્યા ..તેમની પક્ષ કરતા બાપુ પ્રત્યે ની વફાદારી ને કારણે બીજેપી નેતાગીરી ને વિઠઠલભાઈ પટેલ પર
વિશ્વાસ ઉઠ્યો ને તેમના સ્થાને વર્ષ 1998 માં પાટીદાર સમાજ માંથી આવતા અસારવા ગામ ના અમરીશ પટેલ ને ઉમેદવાર બનાવ્યા તેઓ એ કોંગ્રેસ ના પૂર્વ ગૃહ મંત્રી
પ્રબોધ રાવલ ને ચૂંટણી માં હરાવ્યા . જોકે તેઓ ને વર્ષ 2002 માં ગોધરા કાંડ બાદ થયેલ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ટિકિટ ના મળી
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
પાટીદાર થી દરબાર સુધીના નેતાઓ લડી ચુક્યા છે ચૂંટણી
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગોધરા કાંડ બાદ થયેલા તોફાનો બાદ સમગ્ર ગુજરાત માં હિન્દુત્વ ની લહેર ઉભી થઇ
ત્યારે બીજેપી એ 12 વર્ષ બાદ પાટીદાર ના બદલે અસારવા વિધાનસભા બેઠક પર પ્રદેશ બીજેપી યુવા મોરચા ના પૂર્વ પ્રમુખ અને જી એન એફ સી ના ચેરમેન રહેલા યુવા નેતા પ્રદીપસિંહ જાડેજા ને ટિકિટ આપી ને તેઓ એ પૂર્વ ગૃહ મંત્રી પ્રબોધ રાવલ ના પુત્ર અને ટીવી આર્ટિસ્ટ ચેતન રાવલ ને ચૂંટણી હરાવ્યા .બીજેપી યુવા નેતા પ્રદીપસિંહ જાડેજા ની સામે કોંગ્રેસ નો પરિવાર વાદ ના ચાલ્યો
ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજા વર્ષ 2002 અને ,વર્ષ 2007 એમ બે ટર્મ ચૂંટાયા જોકે વર્ષ 2012 માં અસારવા વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે બેઠક અનામત થઇ જતા પ્રદીપસિંહ જાડેજા ને બીજેપી એ વટવા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવ્યા અને તેઓ જીત્યા
અસારવા હવે છે એસસી સીટ
જયારે તેમના સ્થાને વર્ષ 2012 માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી એ ગરીબ કલ્યાણ મેળાં ના જનક મનાતા નિવૃત અધિક મુખ્ય સચિવ રજનીકાંત પટેલ ને રાજય સરકાર માંથી રાજીનામુ અપાવી અસારવા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીત્યા,, જોકે વર્ષ 2017 માં તેમને ટિકિટ ના મળી તેમના સ્થાને પ્રદીપ પરમાર ને ટિકિટ આપવા માં આવી જેમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અત્યારે તેઓ રાજય સરકાર માં સામાજિક અને ન્યાય બાબતો ના પ્રધાન છે હવે જયારે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ના ઢોલ નગારા વાગવા ની તૈયારી છે ત્યારે 32 વર્ષ થી બીજેપી નો ગઢ રહેલ અસારવા વિધાનસભા બેઠક પર થી ઉમેદવારી કરવા માટે દાવેદારો નો રાફડો ફાટી નીકળે તે સ્વભાવિક છે..સમગ્ર ગુજરાત ના અનુસૂચિત જાતિ ના નેતાઓ ની નજર અસારવા બેઠક પર છે કારણ કે આ બેઠક પર થી બીજેપી ની જીત નિશ્ચિત મનાતી હોવાથી તમામ નેતાઓ અસારવા બેઠક પર થી પોતાનું ભાગ્ય અજમાવી રાજકીય કારકિર્દી ઉજ્જવળ બનાવવા માંગે છે
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ત્યારે જોઈએ અસારવા વિધાનસભા બેઠક માટે કોણ કોણ છે સંભવિત દાવેદારો
કિરીટ પરમાર મેયર અમદાવાદ-
દર્શનાબેન વાઘેલા પૂર્વ ડેપ્યુટી મેયર
કિશોર મકવાણા પ્રવક્તા- પ્રદેશ ભાજપ
હિતેશ રજનીકાંત પટેલ પૂર્વ ધારાસભ્ય આર એમ પટેલ ના પુત્ર તેઓ પ્રોફેસર છે
નરેશ ચાવડા- પુર્વ પ્રદેશ મંત્રી એસસી મોર્ચા ભાજપ
જગદીશ પરમાર, પૂર્વ કોર્પોરેટર કેશરબેન પરમાર ના પતિ ,
ભદ્રેશ મકવાણા પ્રમુખ, એસસી મોરચો અમદાવાદ
ઉમંગ સરવૈયા , કોષાધ્યક્ષ એસ સી મોરચા બીજેપી
વિભૂતિ અમીન શહેર મંત્રી બીજેપી અમદાવાદ
અશ્વિન બેન્કર પૂર્વ પ્રમુખ એસસી મોરચો ગુજરાત
જયશ્રીબેન ચૌહાણ, પુર્વ શહેર મંત્રી
સતીશ ટુંડીયા, પૂર્વ પ્રમુખ અમદાવાદ જિલ્લા પંચાયત ( રાજ્યસભાના પુર્વ સાંસદ શંભુનાથ ટુંડિયાના ભાઇ)
વિજય સોલંકી ઉર્ફે જયસૂર્યા, શહેર બીજેપી મહામંત્રી એસસી મોરચો અમદાવાદ
સંજય લેઉઆ, પ્રદેશ કાર્યાલય મંત્રી એસ સી મોરચો બીજેપી
અનિતા પરમાર પ્રદેશ, ઉપ પ્રમુખ એસસી મોરચો
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
ઉમેદવારો માટે આખરી ઓપ પાર્લામેન્ટરી બોર્ડ કરશે
આમ તો આના સિવાય અનેક સ્થાનિક નેતાઓ આ સીટ ઉપરથી ચૂંટણી લડવા વિચારી રહ્યા છે, પણ જો પ્રદેશ સ્તરેથી ઉમેદવારો માટે ટિકીટ આપવાના માપદંડોનો પાલન કડકાઇથી કરાશે તો અનેકની ઇચ્છા મનમાં રહી જશે, જોકે બીજેપી માં પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારો ના નામો આખરી કરવામાં આવતા હોય છે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા ગુજરાત બીજેપી દ્વારા નિરીક્ષકો ની નિમણુંકો કરવામાં આવતી હોય છે નિરીક્ષકો ના રિપોર્ટ અને સ્થાનિક સંગઠન ના અહેવાલ ને આધારે પ્રદેશ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારો ની પેનલ તૈયાર કરી ને દિલ્હી મોકલી આપવામાં આવશે.જોકે ગુજરાત ની રાજનીતિ ના સર્વેસર્વા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા જ ગુજરાત ના ઉમેદવારો આખરી કરશે.
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને