મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ
શ્રીજી મધના માલિક હિમાંશુ પટેલ અને તેના પરિવારજનો પાસેથી સાઢા ચાર લાખનો તોડ કરનાર મણીનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા કુલદીપ સિહ ઝાલા
અને પિયુષ પરમારને સસ્પેન્ડ કરી દેવાયા છે,, હવે પીઆઇ ડી બી ગોહિલ સામે ગાજ પડી શકે છે, મહત્વપુર્ણ વાત એ છે કે શ્રીજી મધના માલિકે આ અંગે
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી અને ડીજીપી આશિષ ભાટીયાને રજુઆત કરી હતી, જેને રાજ્ય સરકારે ગંભીરતાથી લઇને સમગ્ર બાબતની પગલા
ભરવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નરને સુચના આપી હતી,
સુત્રોની માનીએ તો જે રીતે સમગ્ર ઘટના બની હતી તેને રાજ્ય સરકારે ખુબ ગંભીરતાથી નોધ લીધી છે, કે કોઇ પણ ભ્રષ્ટ પોલીસ અધિકારી કે કર્મચારીને છોડવામાં નહી આવે
માત્ર સસ્પેન્સન જ નહી પણ આવા પોલીસ કર્મચારીઓને હવે આતંરિયાળ વિસ્તારમાં સજાના ભાગ રુપે મુકવામાં આવશે પણ જો આવા કર્મચારી દોષિત જણાશે તો તેમની સામે
ટર્મીનેશન સુધીની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાશે,,
અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !
સુત્રો ત્યાં કહે છે કે હાલ તો બન્ને કોન્સટેબલ સસ્પેન્ડ તો કરી દેવાયા છે,,ત્યારે તપાસ એ વાતની થઇ રહી છે કે આ બન્ને કોન્સ્ટેબલો રુ 10 લાખ જેવી માતબર રકમ કોના કહેવાથી માંગી હતી
કોન્સ્ટેબલ સ્તર પોલીસ કર્મચારી રુ 10 લાખની માંગણી કરવાની હિમ્મત કઇ રીતે કરી શકે છે,, શુ તેમાં સ્થાનિક પીઆઇ ડીબી ગોહિલ આશિર્વાદ તો નથીને, જેથી હવે તેઓ પણ તપાસના રડારમાં છે
જો તેમાં તેમનુ નામ ખુલશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે,