અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં પધારનાર તમામ શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય વનની મુલાકાત લઈ શકે એ માટે તા. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી માંગલ્યવન સવારે 6 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. મેળાની સાથે માંગલ્ય વનની પણ વધુમાં વધુ લોકો મુલાકાત લેવા નાયબ વન સંરક્ષક પાલનપુરે માહિતી આપી છે..