ગુજરાત
મોટી દુર્ઘટના ટળી: દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ફ્લાઈટ પુશબેક દરમિયાન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ, માંડ-માંડ બચ્યા મુસાફરો
દિલ્હી એરપોર્ટ પર સોમવારે સવારે જ્યારે મુસાફરોથી ભરેલું વિમાન પુશબેક દરમિયાન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું ત્યારે ખળભળાટ મચી ગયો હતો. જોકે રાહતની વાત એ છે કે આના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. આને કારણે ફ્લાઈટના એલેરોનને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે વીજળીનો થાંભલો પણ ઝૂકી ગયો હતો.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના આજે સવારે 9.26 વાગ્યે ઘટી, જ્યારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની ફ્લાઈટ મુસાફરોને લઈને શ્રીનગર જઈ રહી હતી. તે દરમિયાન પેસેન્જર ટર્મિનલથી વિમાન જે સમયે રન વે માટે જઈ રહ્યું હતું, તે દરમિયાન પુશબેક દરમિયાન તે એક ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાયું હતું.
આ દરમિયાન પ્લેનમાં મુસાફરો સવાર હતા, જોકે તેમને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. આ ઘટનાની જાણ થતાં જ સ્પાઈસજેટે પ્લેન બદલી નાખ્યું, ત્યારબાદ તેણે ઉડાન ભરી.
આ ઘટના બાદ સ્પાઈસજેટે એક નિવેદન જારી કરીને કહ્યું કે, સ્પાઈસજેટની ફ્લાઈટ નંબર એસજી 160 દિલ્હીથી જમ્મુ જવાની હતી. પરંતુ પુશ બેક દરમિયાન તે ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. જેનાથી એલરોનને નુકસાન થયું હતું. ફ્લાઇટ ઓપરેટ કરવા માટે અન્ય એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.