MEHSANA
પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં 22 સપ્ટેમ્બર ના રોજ બાસણામાં યોજાશે મહાસંમેલન
પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં 22 સપ્ટેમ્બર ના રોજ બાસણામાં યોજાશે મહાસંમેલન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે ચૂંટણી પૂર્વે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે.ત્યારે સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં અર્બુદા સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો શરૂ કરાયા છે..22 સપ્ટેમ્બર ના રોજ વિસનગર તાલુકા ના બાસણા ગામ ખાતે સદભાવના યજ્ઞ અને મહાસંમેલન નું આયોજન કરાયું છે ત્યારે નોંધનીય છે કે ચૌધરી સમાજ વિપુલ ચૌધરી ની પકડ ને જોતા આગામી વિધાનસભાની ચૂંટણી માં ભાજપ ને ઉત્તર ગુજરાત માં ભારે પડી શકે છે.