અમદાવાદ
શ્રી રાજનગર શ્વે.મુર્તિપૂજક સંઘ દ્વારા (પશ્વિમ વિભાગ) આયોજિત મહાપ્રભાવક સર્વસિધ્ધિતપ પારણોત્સવ
જે શ્રી પ્રેમ-ભુવનભાનુસુરિ સમુદાય આચાર્ય ભગંવતો અને શ્રમણ-શ્રમણી ભગવંતોની શુભનિશ્રા થશે. જૈન સંઘ (પશ્ચિમ) ના બેનર હેઠળ સાત સંઘોમાં
ચાતુર્માસ બિરાજમાન આચાર્ય આદિ શ્રમણોની નિશ્રામાં “Mission Unity” ના ભાગરુપે આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આજના આ મહાઅવસરે લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્ય મહેમાન હતા. અને મુખ્યમંત્રી દ્વારા પારણા કરવવામાં આવ્યા હતા. અને મુખ્યમંત્રી એ જૈનોના તપને બીરદાવ્યો હતો.આશરે પાંચ હજારથી સાત હજાર જૈનોના ઉપસ્થિતીમાં આ ભવ્ય પ્રસંગ યોજાયો હતો.
શહેર અધ્યક્ષ શ્રી અમિત શાહ અને ધારાસભ્ય શ્રી રાકેશ શાહ હાજર રહ્યા હતા. આ શુભ પ્રસંગે જૈન શ્રેષ્ઠીઓ સંવેગ લાલભાઇ (આનંદજી કલ્યાણજી, પ્રેસીડેન્ટ) શ્રી પીયુષ જૈન (વર્ઘમાન જૈન સંઘ) , રીતેશ શાહ(સેનેટ મેમ્બર, ગુજરાત યુનિવર્સિટી) ગણપત ચૌધરી (જીતો, ચેરમેન) ભીખાભાઇ શાહ(મુખ્ય લાભાર્થિ –કંચન ફાર્મા) , ચેતન શાહ( જીતો,અમદાવાદ,ચેરપર્સન), હિમાશુ શાહ (મોનાર્ક) હાજર રહ્યા હતા.
આચાર્ય ચન્દ્રજિતસૂરિએ મંગલ ઉદબોધન કર્યુ.તેમણે જણાવ્યુ કે “પ્રભુ મહાવીરનો જૈનધર્મ ત્યાગપ્રધાન છે.જરુરતને છોડવી તે ત્યાગ છે. ઉપવાસ એ ત્યાગનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આજનો પ્રસંગ રજવાડી શોભાયાત્રા અને રજવાડી પારણાના પ્રસંગ જી.એમં.ડી.સી ના મીરાકી હોલમાં થયો હતો. આ પ્રસંગે શ્રી ભુવનભાનુસુરિ સમુદાય આચાર્ય ભગંવતો અને શ્રમણ-શ્રમણી ભગવંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન ધર્મના 200 સિધ્ધિતપના તપસ્વીઓ અને એમના કુટુબીજનો સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પારણા માટેના સૌ પ્રથમ લાભાર્થી શા.વિજયાબેન સોહનરાજજી તલેસરા હતા.બધા સંઘનાલ મહાનુભવોની ઉપસ્થિતીમાં આ આયોજન ખૂબ સુંદર રીતે સંપન્ન થયુ હતુ.