સમગ્ર ગુજરાતના પટ્ટણી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર આઠ બાઈ માતાજી માનવા માં આવે છે ત્યારે આસો સુદ આઠમને દિવસે દેવીપુજક સમાજ દ્વારા આઠબાઈમાતાજીના ધામમાં મહા આરતી યોજાઈ હતી આશરે અઢીસો વર્ષ પહેલા ઝવેર જોશી હડુસીયા વારાએ માતાજીની સ્થાપના કરી હતી આ દિવસે મોહલ્લામાં સુખ શાંતિ માટે, ક્ષમા યાચના માટે માતાજીના નામની સગડી ઉપાડી પરંપરાને યથાવત રાખી હતી અંબાજીમાં ગર્ભગૃહમાં વિસા યંત્રની પૂજા થાય છે તેમ આઠબાઈ માતાજીના ધામમાં ગોખ ની અંદર જ્યોતની પૂજા થાય છે માતાજી નો ફોટો કે મૂર્તિ ની પૂજા થતી નથી માત્ર મઢમાં 250 વર્ષથી આઠબાઈ માતા પૂજાય છે પટણીવાસના સ્થાનિક અગ્રણી રમેશ જે પટણી ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ આરતી દર્શન નો લાભ લીધો હતો માતાજીના ભુવાજી કિશનભાઇ વી પટણી એ ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી તેમ પાટણના સામાજિક કાર્યકર પ્રકાશ. પટ્ટણી એ કહ્યું હતું