અમદાવાદ
ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં
ખંભાત રમખાણોને લઇને સૌથી મોટો ખુલાસો
ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં
આરોપીઓને પોલીસના અધિકારીઓ કરતા હતા આર્થિક મદદ- આઇબીના રિપોર્ટમાં ખુલાસો
ખભાતના રમખાણમાં પોલીસ અધિકારીના ધમલીઓ સાથે સબંધ હોવાની જાણ આઈ બી ને કરવમાં આવી
અધિકારીએ ઈંડાની લારીઓ અને ક્રિકેટ ટુર્નામેન્ટનો ખર્ચ ઉપાડ્યો
અધિકારીના ઘરે ચિકન અને મટન પહોંચાડતા લોકોના સ્વજનોએ જ ખભાતમાં આગ ચાંપી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
ખંભાતમાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં ક્યાંક કાંકરીચાળો થયો અને સમગ્ર મામલો ઉશ્કેરાયો હતો
. આ સમગ્ર ઘટનાના કારણેઁ રાજ્યામાં ભારેલા અગ્ની જેવી સ્થિતી થઇ હતી બીજી તરફ આ કેસમાં તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય કનેક્શન
સામે આવ્યુ હતુ. તેની તપાસ પોલીસ કરી રહી છે પોલીસ પણ હવે પોલીસની જ તપાસ કરે તેવી સ્થિતી સર્જાઇ છે.
રાજયના ગુપ્તચરતંત્રને એવા ઇન્પુટ મળ્યા છે કે અહીયા એકે પોલીસ અધિકારી રોજ નોનવેજ ખાવા માટે આ ધમાલ કરનારા લોકો
સાથે જ મિત્રતા ધરાવતો હતો. તેની સાથે ક્રિકેટ રમે અને ખર્ચ પણ ઉપાડતો હતો. જે માટે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ પણ
કરવામા આવી રહી છે. આ અધિકારી જેની મદદ કરતો હતો તેમના સ્વજન અને પરિચિત જ ધમાલમાં સામેલ હતા.હવે આ ગુનેગારો
સાથેની મિત્રતાની તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ આ અધિકારી પોતે નિર્દોશ હોવાનો બચાવ કરવા પોતાના સંપર્કનો
ઉપયોગ કરી રહ્યા છે.
પુર્વ નિયોજીત કાવતરુ
ખંભાત જૂથ અથડામણ મામલો.. વિધર્મી તોફાની તત્વો એ હુમલાનો પ્લાન અગાઉ થી જ નક્કી કર્યો હતો..
શનિવારે ખંભાત શહેર બહાર થી તોફાની તત્વો ને બોલાવ્યા હતા..
પોલીસે ત્રણ મૌલવી સહિત 6 લોકો ની પ્રથમ દિવસે જ કરી હતી અટકાયત..
અટકાયત બાદ પૂછપરછ માં સ્ફોટક ખુલાસો..
પોલીસે મુસ્તકીમ,મતીન તેમજ મોહસીન નામ ના મૌલવી ની કરી ધરપકડ..
ત્રણેવ મૌલવી ઓ ભાઈ ઓ હોવાનો ખુલાસો..-
અફઘાનિસ્તાન,ઇરાક તેમજ ઈરાન સાથે સક્કરપુર ના વિધર્મીઓ ના જોડાયેલા છે તાર..આઇબી એ કર્યો છે રિપોર્ટ,
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખંભાતમાં થયેલી હિંસામાં રોજ રોજ ચોંકાવનારી વિગત સામે આવી રહી છે.આ અગાઉ પણ ખંભાતમાં
કોમી રમખાણો થયા હતા પરંતુ આ વખતે થયેલી કોમી હિંસા પુર્વ નિયોજીત કાવતરૂ હોવાનુ સામે આવ્યુ છે.પોલીસ
દ્વારા હવે આ કેસમાં આંતરાષ્ટ્રીય કનેકશન સોધવા પ્રયાસ કરી રહી છે પરંતુ ખરેખર આ બધાની સાથે હવે એક પોલીસ
અધિકારીની પણ તપાસ કરવી પોલીસ માટે અનિવાર્ય બની છે.
સ્થાનિક અધિકારીઓ નોનવેજ ખાવાના શોખીન
ખંભાતના રમખાણોમાં હવે કેટલાક ચોંકાવનારા ઇન્પુટ ગુપ્તચર વિભાગને મળ્યા છે જેની આખો રિપોર્ટ તેયાર કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટમાં આ અધિકારી સામે થયેલા આક્ષેપ અને તેના રોલ વીશે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ અગે મળતી માહિતી પ્રમાણે એક પોલીસ અધિકારી ધમાલકરનાર લોકોના પરિચિત સાથે ખુબ ધરોબો ધરાવતા હતા એટલુ જ
નહી જ્યારે સવાર અને સાંજ નોનવેજના ટીફીનનુ મેનુ તૈયાર જ હતુ. રાતે આ અધિકારીઓ તેમની નોનવેજ ઇંડાની લારીઓ પર
જતા હતા તેમજ તેમને લારી ચાલુ કરી આપવા માટે મદદ કરી હતી. આ અધિકારીએ આ જગ્યાએ એક ક્રિકેટ મેચનુ આયોજન કર્યુ હતુ
તેનો પડદા પાછળનો ખર્ચ ઉપાડી લીધો હતો આ સમગ્ર ઇન્પુટની સાથે આ કેસમાં જે આરોપીઓના નામ ખુલ્યા હતા તેમના ખુબ નજીકના પરિચિતમાં આ
અધિકારીના મિત્રો સામેલ હતા.હવે આ શકમંદ અને મિત્રતાનો રિપોર્ટ છેક સરકાર સુધી પહોચ્યો છે.