boAt એ સત્તાવાર રીતે ભારતીય બજારમાં એક નવી સ્માર્ટવોચ લૉન્ચ કરી છે. નવી boAt Wave Pro 47 લાઈવ ક્રિકેટ સ્કોર, SpO2 સેન્સર અને IP67 રેટિંગ જેવા ફીચર્સની સાથે આવે છે. સ્માર્ટવોચ સ્ક્વેર શેપ ડિઝાઇનમાં આવે છે અને તેની કિંમત પણ ઘણી ઓછી છે. તે બ્લુ અને બ્લેક કલર ઓપ્શનમાં આવે છે. ચાલો જાણીએ boAt Wave Pro 47ની કિંમત અને ફીચર્સ…
boAt Wave Pro 47 Price In India
boAt Wave Pro 47ની કિંમત 3,199 રૂપિયા છે અને તે Amazon India વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. આ સ્માર્ટવોચમાં બ્લેક અને બ્લુ કલર ઓપ્શન છે.
boAt Wave Pro 47 Specifications
સ્માર્ટવોચમાં 1.69-ઇંચ ટચ-સ્ક્રીન ડિસ્પ્લેની સાથે એક ચોરસ આકારનું ફોર્મ ફેક્ટર છે. આ એક રંગીન સ્ક્રીન છે, જે 500 nitsની સાથે આવે છે. આમાં લાઇવ ક્રિકેટ સ્કોર ફીચર પણ આપવામાં આવ્યું છે.
boAt Wave Pro 47માં જોઈ શકાશે લાઈવ ક્રિકેટ સ્કોર
આ ફીચરની મદદથી યુઝર્સ સ્માર્ટવોચ પર ક્રિકેટ મેચનો લાઈવ સ્કોર જોઈ શકશે. આ સ્માર્ટવોચ પર તમામ પ્રકારની ક્રિકેટ મેચોના સ્કોર જોઈ શકાય છે. આ માટે સ્માર્ટવોચનું ફોનની સાથે કનેક્ટ હોવું જરૂરી છે. આ સ્માર્ટવોચમાં હાર્ટ રેટ મોનિટરિંગ, SpO2 સેન્સર, પેડોમીટર, સ્લીપ ટ્રેકર જેવા ઘણા હેલ્થ ફીચર્સ છે અને તેમાં ટેમ્પરેચર મોનિટર પણ છે.
boAt Wave Pro 47ની બેટરી છે દમદાર
સ્માર્ટવોચમાં ઘણા સ્પોર્ટ્સ મોડ્સ છે. સ્પોર્ટ્સ મોડ્સમાં ચાલવું, દોડવું, પાઈલેટ્સ, કરાટે, ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. તે IP67 વોટર અને ડસ્ટ-રેસિસ્ટેન્ટ રેટિંગની સાથે આવે છે. boAt દાવો કરે છે કે, સ્માર્ટવોચમાં બેટરી છે જે 7 દિવસ સુધી ચાલી શકે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે જે 30 મિનિટમાં સ્માર્ટવોચને 0%થી 100% સુધી ચાર્જ કરી શકે છે.