PATAN
કોંગ્રેસ ની જેમ ભાજપ પણ દેવી પૂજક સમાજ ને વિધાનસભાની ચૂંટણી માં ટિકિટ આપે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગાંધીનગરમાં દેવીપૂજક સમાજ દ્વારા અભિવાદન
દરેક સમાજ વર્ગોના વિકાસની દરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં
કેન્દ્ર-રાજ્ય સરકારોએ કરી છે :-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગાંધીનગરમાં દેવીપૂજક સમાજ આયોજિત સ્નેહમિલનમાં અભિવાદન સન્માન સમાજે કર્યુ હતું.
આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારની દરેક યોજનામાં કેન્દ્રસ્થાને સમાજના હરેક વર્ગો, નાનામાં નાના માનવી છેવાડાના અંત્યોદને રાખ્યો છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વડાપ્રધાને સૌને વિકાસના અવસરો પૂરા પાડ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, આ રાજ્ય સરકાર પણ વડાપ્રધાને કંડારેલી સર્વગ્રાહી વિકાસની પરિપાટીએ ચાલીને છેવાડાના નાનામાં નાના માનવી સુધી યોજનાઓના લાભ આપી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કોરોના જેવા કપરા સમય પછી નાના વેપારી વર્ગો, જરૂરતમંદોને ફરી બેઠા કરવા સહાય, કોરોના દરમ્યાન ફ્રી રાશન અને મફત વેક્સિનેશન આપીને વડાપ્રધાનશ્રીએ અંત્યોદય વિકાસની ભાવનાને મૂર્તિમંત કરી છે.
દેવીપૂજક સમાજ સહિત જરૂરતમંદ વર્ગોની સહાય માટેની શૈક્ષણિક યોજના, સ્વરોજગાર યોજનાઓના વધુને વધુ લાભ લેવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.
બક્ષીપંચ મોરચના પ્રમુખ ઉદય કાનગડ, ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચા ના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ પંચાલ, નિવૃત સનદી અધિકારી પી બી પટણી તેમજ દેવીપૂજક સમાજના અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રો ની વાત માનીએ તો પી બી પટ્ટણી બાપુનગર વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદાર માનવા માં આવે છે અત્યારે ગુજરાત ભાજપ દેવીપૂજક સમાજ ને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પ્રતિનિધિત્વ આપે છે કે જોકે અત્યાર સુધી માં ભાજપે દેવી પૂજક સમાજ ને વિધાનસભાની ચૂંટણી માં ટિકિટ આપી નથી ત્યારે દેવી પૂજક સમાજ ની પણ લાગણી છે કે કોંગ્રેસ ની જેમ ભાજપ પણ દેવી પૂજક સમાજ ને વિધાનસભાની ચૂંટણી માં ટિકિટ આપે