ગુજરાત

ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

Published

on

આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રેડ રાજ અને હપ્તા ખોરી ખતમ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

અરવિંદ કેજરીવાલે વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

Advertisement

સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે: ગોપાલ ઇટાલિયા

વેપારીઓનો સૌથી મોટો પ્રશ્ન GST નો છે: ગોપાલ ઇટાલિયા

લોકોને લાગે છે કે GST ના કારણે લોકોના ધંધા બંધ થઈ જશે, લોકો રોડ ઉપર આવી જશે: ગોપાલ ઇટાલિયા

આ દિવાળીએ દરેક વેપારીએ ભાજપવાળાને બોનસમાં સાવરણા આપવાનાં છે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં નાનો ધંધો કરવો હોય તો લાયસન્સ જોઇએ, દારુનો ધંધો કરવો હોય તો કોઇ લાયસન્સની જરુર નથી પડતી અને કોઇ લાયસન્સ માંગતુ પણ નથી : ગોપાલ ઇટાલિયા

Advertisement

આજે જુદા જુદા હપ્તા ઉઘરાવવાને કારણે હપ્તા રાજ, ધંધા પર રેડ પડે એવું રેડ રાજ, વિવિધ લાયસન્સ ઉઘરાવવાને કારણે લાયસન્સ રાજ ઉભું થયું છે: ગોપાલ ઇટાલિયા

કોઇ સમાજ, કોઈ વર્ગ કે કોઈ દેશને આગળ લઈ જવા માટે વેપાર ધંધા સક્ષમ હોવા જરૂરી : ગોપાલ ઇટાલિયા

વેપાર વધવાથી અર્થતંત્ર મજબૂત બને, અર્થતંત્ર મજબૂત બને તો આપણો દેશ મજબૂત બને તો આખા વિશ્વમાં આપણા દેશનું વજન વધે: ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજી દેશ માટે એક ઉમ્મીદ બન્યા છે, તો આપણે પણ તેમના સૈનિકો બનીને દિવસ રાત કામ કરવાનું છે: ગોપાલ ઇટાલિયા

આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ડરનો માહોલ ખતમ કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

Advertisement

અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું છે કે જનતાનાં ટેક્સનાં પૈસામાંથી જનતા માટે સારી સ્કૂલ, સારી હોસ્પિટલ, મફત વીજળી આપીશું, ભાજપને જે કરવું હોય એ કરે : ગોપાલ ઇટાલિયા
ભાજપનું સ્માર્ટ સીટી એવું છે કે, રાત્રે 8 વાગે પોલીસની ગાડી આવે ત્યારે દુકાનની લાઇટો બંધ કરવી પડે છે: ગોપાલ ઇટાલિયા

દિલ્હીમાં કોઈ વ્યક્તિનું રસ્તા પર એકસીડન્ટ થઈ જાય છે, તો દિલ્હી સરકાર એ વ્યક્તિના ઈલાજનો પૂરો ખર્ચો ઉઠાવે છે: ગોપાલ ઇટાલિયા

દિલ્લીના લોકોના દરેક પ્રકારના ઈલાજનો ખર્ચો દિલ્હી સરકાર ઉઠાવે છે, પછી ખર્ચો લાખનો હોય કે કરોડનો: ગોપાલ ઇટાલિયા

ઉદ્યોગપતિઓની દસ લાખ કરોડની લોન કેન્દ્ર સરકારે માફ કરી છે અને એટલા માટે એ પૈસા વસૂલ કરવા માટે કેન્દ્ર સરકારે આજે દૂધ, છાશ, દહીં જેવી વસ્તુઓ પર ટેક્સ નાખી દીધો છે: ગોપાલ ઇટાલિયા

 

Advertisement

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ખેડામાં વેપારીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોઈપણ મંત્રી, નેતા, લોકો સાથે સંવાદ કરતા નથી, તેમની તકલીફો સાંભળતા નથી, તેમના સૂચનો સાંભળતા નથી. અરવિંદ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ એક નવી પદ્ધતિ અમલમાં મૂકી છે વેપારીઓ સાથે સંવાદની. વિવિધ જિલ્લાઓમાં જઈને મેં વેપારીઓ સાથે સંવાદ કર્યો તેમાં સૌથી મોટો પ્રશ્ન GST નો આવ્યો.જ્યારે આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે કહેવામાં આવેલું કે બધી જગ્યાએ એક જ ટેક્સ રહેશે, અલગ-અલગ ટેક્સની ઝંઝટ થી તમે બચી જશો, પરંતુ હવે લોકોને લાગે છે કે આ GST ના કારણે લોકોના ધંધા બંધ થઈ જશે, લોકો રોડ ઉપર આવી જશે એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે.

રોજ GST ના કાયદાની અંદર નવા નવા સુધારા આવ્યા કરે છે, રોજ નવા સંશોધનો આવ્યા કરે છે, તેના કારણે વેપારીઓને સમજાતું નથી કે ધંધો કરવો કે રોજ ક્યાં નવા સુધારા આવ્યા તે ચેક કરવા બેસવું. આપણે ધંધામાં રોકાણ કરેલું હોય, ઉધારીમાં માલ લાગ્યા હોય, બેંકની લોન ચાલતી હોય એ બધા ઉપર ધ્યાન આપવું કે GSTમાં રોજ બદલાતા નવા નિયમો પર ધ્યાન આપવું. આપણું વર્ષનું 25 લાખનું ટર્ન ઓવર હોય અને એમાં પણ કાઉન્સિલિંગનો ખર્ચો, વકીલનો ખર્ચો, GST ના કાગળિયા બનાવવાનો ખર્ચો, એજન્ટનો ખર્ચો કર્યા પછી છેલ્લે કશું વધે નહીં. અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં વેપારી સાથેના સંવાદમાં વચન આપ્યું છે કે, નાના વેપારીઓને GST ઓફિસમાં જ માણસ મળી રહેશે જેથી તેમને ખર્ચો નહીં કરવો પડે.

 

વેપારીઓનો બીજો પ્રશ્ન છે કે, વેપારમાં છેતરપિંડી કરવાવાળા લોકો સાથે કશું થતું નથી. પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય, FIR નોંધાવી હોય તેનું પણ કશું થતું નથી. દરેક વેપારમાં કેટલાક લોકો છેતરપિંડી કરવા માટે આવતા હોય છે તેઓ વેપાર કરવા નહીં પરંતુ લોકોના પૈસા ભેગા કરીને ભાગી જતા હોય છે. આ પ્રશ્ન નું સમાધાન લાવવા માટે અરવિંદ કેજરીવાલજી ને રજૂઆત કરી છે. કોઈ સમાજ, કોઈ વર્ગ કે કોઈ દેશને આગળ લઈ જવા માટે તેના વેપાર ધંધા સક્ષમ હોય તે જરૂરી છે. સમાજ કે દેશ આગળ વધે, વેપાર થાય તો અર્થતંત્ર મજબૂત બને, અર્થતંત્ર મજબૂત બને તો આપણો દેશ મજબૂત બને, દેશ મજબૂત બને તો આખા વિશ્વમાં આપણા દેશનું વજન વધે.

અહીંયા સ્થિતિ અલગ છે વેપારીઓને નબળા કરવામાં આવે છે. વેપારીને ડરાવવામાં આવે છે. આમ આદમી પાર્ટીની મિટિંગમાં જશો તો તમારો ધંધો બંધ કરાવી દઈશું. આપણને વિચાર આવે કે આપણે સરકાર પસંદ કરી છે કે ડાકુ ગબ્બર સિંહ ને પસંદ કર્યા છે કારણ કે ડરાવવાનું કામ ડાકુઓનું છે સરકારનું કામ સપોર્ટ કરવાનું છે. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે આ્મ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ડરનો માહોલ ખતમ કરવામાં આવશે. તેઓ તમારી મુશ્કેલી સાંભળવા તૈયાર નથી પરંતુ તમારી મુશ્કેલી સાંભળવા આમ આદમી પાર્ટી આવે તો તમને ધમકાવશે કે એની સભામાં જતા નહીં. યા તો તમે વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી દો, તેમના પ્રશ્નો સાંભળો નહીં તો આમ આદમી પાર્ટી આવશે, લોકોને સાંભળશે અને જનતાના સહયોગથી પ્રશ્નોનું નિરાકરણ કરશે.

Advertisement

આ સંવાદની નવી પદ્ધતિ રાજનીતિમાં અરવિંદ કેજરીવાલે રજું કરી છે. આજે વેપારમાં જો કોઇ મોટી મુશ્કેલી ઉભી થઇ હોય તો તે હપ્તા રાજ છે. કોઇ પણ નાનો મોટો ધંધો કરો ત્યારે આજે બોણી થઇ ન હોય, વકરો ન થયો હોય એ પહેલાં હપ્તો લેવા વાળા આવી જાય અને એને જેટલા લેવા હોય એટલા લઇને ચાલ્યો જાય. આ હપ્તાવાળા કયા વિભાગનાં હોય કોણ હોય છે એ રામ જાણે. આજે જુદા જુદા હપ્તા ઉઘરાવવાને કારણે હપ્તા રાજ, ધંધા પર રેડ પડે એવું રેડ રાજ, વિવિધ લાયસન્સ ઉઘરાવવાને કારણે લાયસન્સ રાજ ઉભું થયું છે. આ હપ્તા રાજ, રેડ રાજ ને લાયસન્સ રાજ, જોડે રહેજો રાજ જેવું સારું હશે એવું માનતા લોકોને પાસે બેસાડીને સમજાવવા પડે કે આ ભાજપ વાળાનું ખિસ્સા કાતરો રાજ છે.

દિવાળી આવે ત્યારે બોનસ માંગે છે. આ લોકોને શાંનું બોનસ આપવાનું હોય? મહેનત અમે કરી, જોખમ અમે લીધું, માણસોને અમે સાચવ્યા, માલમાં નુકસાની ગઇ તો સહન અમે કર્યું તો આ બોનસ તમને શાંનુ આપવાનું? પણ આ દિવાળીએ દરેક વેપારીએ ભાજપવાળાને બોનસમાં સાવરણા આપવાનાં છે. દરેક દિવાળીએ બોનસ માંગવા આવી જાય છે. પાંચ વર્ષ ધંધામાં કોઇ સપોર્ટ નહીં કરે. તમારી દુકાન 2 કલાક મોડી પડે તો ગાડી આવે,

ભાજપનાં મિત્રો સ્માર્ટ સીટી બનાવવાની વાત કરે છે. આ સ્માર્ટ સીટી કોને કહેવાય? 24 કલાક ચાલું હોય તેને સ્માર્ટ સીટી કહેવાય. ધંધા, રોજગાર, વેપાર કે દુકાન બધું ય દિવસ-રાત ચાલું હોય. દુનિયાનાં તમામ સ્માર્ટ સીટીમાં બધુંય 24 કલાક ચાલું હોય છે. બસ પણ 24 કલાક આવે, રીક્ષા 24 કલાક આવે અને નાસ્તાની દુકાનો પણ 24 કલાક ચાલું હોય. ભાજપનું સ્માર્ટ સીટી એવું છે કે, રાત્રે 8 વાગે પોલીસની ગાડી આવે અને સાયરન વગાડે તો દુકાનની લાઇટો બંધ કરવી પડે છે. આપણે તો દારુ નથી વેચતા, આપણે ડ્રગ્સ નથી વેચતા, આપણે ખરાબ કામ નથી કરતા તો પણ લાઇટો બંધ કરી દેવી પડે છે.

સ્માર્ટ સીટી બનાવવા હોય તો એવું કહેવું જોઇએ કે જેટલા વેપારીને પોસાતું હોય એ બધા આખી રાત દુકાન ખુલ્લી રાખો, કોઇ તમને હેરાન કરતું હોય તો અમારી પોલીસ બેઠી છે રાત્રે ત્રણ વાગે આવીને પણ ત્યાં ઉભા રહેશું. તો સ્માર્ટ સીટી બને. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી આ રેડ રાજ અને હપ્તા રાજ બંધ કરવામાં આવશે. એક વ્યક્તિ જ્યારે નાની દુકાન ખોલે અને પોતાનો નાનો ધંધો ખોલીને બીજાને પણ રોજગારી આપતો હોય તેની પાસે જુદા જુદા લાયસન્સ માંગે ત્યારે થાય કે ધંધો જ નથી કરવો. આ ગુજરાતમાં મજાની વાત એ છે કે દારુનો ધંધો કરવો હોય તો કોઇ લાયસન્સની જરુર નથી પડતી. કોઇ લાયસન્સ માંગતુ પણ નથી, વેચાય એટલો બિન્દાસ વેચો. ધંધો કરવો હોય તો લાયસન્સ જોઇશે, બે નંબરનાં ધંધા કરવા હોય તો વગર લાયસન્સે ચાલશે. આ પરિસ્થિતીની અંદર ગુજરાતને બદલવા આમ આદમી પાર્ટી આવી છે.

અરવિંદ કેજરીવાલે સંકલ્પ કર્યો છે કે ગુજરાતમાંથી અને આખા દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવો છે. ભ્રષ્ટાચાર નાબૂદ થશે તો ભારત વૈશ્વિક લેવલે આગળ વધશે. ભ્રષ્ટાચાર નાબૂદ થાય એનું યોગ્ય ઉદાહરણ અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં આપ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કુલો બનાવી. આ સ્કુલોમાં ગરીબથી ગરીબ અને અમીરથી અમીર માતાપિતાનાં સંતાનો મફતમાં સારું શિક્ષણ મેળવી રહ્યા છે. આપણે ત્યાં છોકરો સારું શિક્ષણ મેળવીને નોકરી ન માંગે એટલા માટે શાળાઓ બંધ કરવા લાગ્યા છે. એક ઇમાનદાર સારા શિક્ષણ વિશે વિચારે, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા દિલ્લીમાં મફત મળે છે એ સારું કહેવાય કે ખરાબ? ગુજરાતમાં પણ આ શિક્ષણ અને આરોગ્ય મફત મળવું જોઇએ કે નહીં. ભાજપવાળા એવું કહે છે કે આ મફતની રેવડી આપે છે. મફતનું આપશું તો આદત પડી જાશે. મોટા મફતીયા એ છે. ગાંધીનગરમાં રહેવાનું સરકારી ગ્રાંટ ખાઇ જવાની, રોડ ખાઇ જવાના, ટેન્ડરો ખાઇ જવાના. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું છે કે જનતાનાં ટેક્સનાં પૈસમાંથી જનતા માટે સારી સ્કુલ, સારી હોસ્પિટલો, મફત વીજળી આપીશ, ભાજપને જે કરવું હોય એ કરે.

Advertisement

દિલ્હીમાં સરકારે એક યોજના અમલમાં મૂકી છે, જેમાં જો કોઈ વ્યક્તિનું રસ્તા પર એકસીડન્ટ થઈ જાય છે, તો દિલ્હી સરકાર એ વ્યક્તિના ઈલાજનો પૂરો ખર્ચો ઉઠાવે છે. જ્યારે ગુજરાતમાં અકસ્માત પામેલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો પહેલા ટેબલ પર બે લાખ મુકવાનું કહેવામાં આવે છે અને ગરીબ માણસ જેની પાસે આ પૈસા નથી હોતા તે વ્યાજવા પૈસા લઈને આવે છે અથવા તો જમીન-મકાનને પણ ઘણી વખત ગીરવે મૂકી દેતા હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે પૈસા ન હોવાના કારણે એ દર્દીના શરીરમાં આજીવન કોઈ ખોડખાંપણ પણ રહી જાય છે અથવા તો ઘણી વખત કોઈ દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે. પણ આવું ના થાય એના માટે દિલ્હીમાં નક્કી કર્યું કે દિલ્લીના લોકોના દરેક પ્રકારના ઈલાજનો ખર્ચો દિલ્હી સરકાર ઉઠાવશે, પછી ખર્ચો લાખનો હોય કે કરોડનો. દિલ્હી સરકાર માને છે કે નાગરિકોના ઈલાજના ખર્ચા ઉઠાવવાની જવાબદારી દિલ્હી સરકારની છે. જે ગુજરાત માટે આવી યોજના અમલમાં મુકવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, ગુજરાતના દરેક યુવાનને રોજગારી આપવામાં આવશે અને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી તે બેરોજગારને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે, દરેક મહિલાને દર મહિને ₹1,000ની સન્માન રાશિ આપવામાં આવશે, ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આવશે, આવી ઘણી ગેરંટીઓની ઘોષણા થયા બાદ ભાજપના લોકો પૂછે છે કે આ બધી વસ્તુ માટે પૈસા ક્યાંથી આવશે? તો હું એ લોકોને એટલો જ જવાબ આપવા માંગીશ કે છેલ્લા 27 વર્ષથી તમે લોકોએ જે પ્રજાના રૂપિયા ખાઈ ગયા છો, એ બધા રૂપિયા તેમની અંદરથી બહાર નીકાળવામાં આવશે અને એ પૈસા આ બધી સુવિધા પાછળ ખર્ચવામાં આવશે.

આજે દેશમાં બધું મોંઘું થઈ ગયું છે પણ આ મોંઘવારી પાછળનું કારણ શું છે? આ મોંઘવારી પાછળનું કારણ છે કે ભાજપના મળતીયાઓ અને એમના મિત્ર ઉદ્યોગપતિઓની દસ લાખ કરોડની લોન કેન્દ્ર સરકારે માફ કરી છે અને એટલા માટે એ પૈસા વસૂલ કરવા માટે કેન્દ્ર સરકારે આજે દૂધ, છાશ, દહીં જેવી વસ્તુઓ પર ટેક્સ નાખી દીધો છે. તો આ કારણોસર મોંઘવારી વધી રહી છે. જો આ દસ લાખ કરોડ રૂપિયાની લોન માફ ના થઈ હોત તો આજે દૂધ, છાશ પર ટેક્સ ના લગાવો પડયો હોત.

જો આપણે ગુજરાતમાં પરિવર્તન લાવવું હશે તો એક સાથે મળીને ગુજરાતના એક એક ઘરમાં આમ આદમી પાર્ટીના વિચારો પહોંચાડવા પડશે. આજે કેજરીવાલ દેશ માટે એક ઉમ્મીદ બન્યા છે, તો આપણે પણ તેમના સૈનિકો બનીને દિવસ રાત કામ કરવાનું છે. આજે આખા ગુજરાતમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે અને ગામડે ગામડેથી લોકો એક સૂરમાં કહી રહ્યા છે કે આ વખતે ઝાડુંને વોટ આપવો છે અને અરવિંદ કેજરીવાલને એક મોકો આપવો છે. હું આશા રાખું છું કે આપણે બધા લોકો ગુજરાતમાં જે બદલાવ આવી રહ્યો છે તે બદલાવમાં એક નિમિત્ત બનીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version