જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. આડી અવળી ખાવાની આદતો અને ખોટી લાઈફસ્ટાઈલ વજન વધારવા માટે જવાબદાર હોય છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો અનેક બીમારીઓ પણ સ્થૂળતાના કારણે જન્મે છે. વધારે કેલેરી વાળા ફૂડ ખાવાથી ઝડપથી વજન વધે છે. એવામાં તમે વધતા વજનને કંટ્રોલ કરવા માટે ડાયટ પર ફોકસ કરો તે જરૂરી છે.
સૌથી પહેલા બદલવી પડશે જીવનશૈલી
આપને જણાવી દઈએ કે, વજન ઘટાડવા માટે તમારે સૌથી પહેલા લાઈફસ્ટાઈલ બદલવી પડશે. કારણ કે જ્યારે તમે લાઈફસ્ટાઈલ બદલીને ડાયટમાં પરિવર્તન લાવો છો, ત્યારે વજનને સરળતાથી ઘટાડી શકાય છે.
30 દિવસમાં આ રીતે ઘટાડો 10 કિલો વજન
– એવું માનવામાં આવે છે કે જો તમે દરરોજ એક કપ ગરમ પાણી પીઓ છો, તો તેનાથી વજન ઓછું થઈ શકે છે. જો તમે એક મહિના સુધી આને અનુસરો છો, તો તમારું 2 કિલો વજન ઘટાડી શકાય છે.
– ખાંડનું સેવન ઓછું કરવાનો પ્રયાસ કરો કારણ કે એવું માનવામાં આવે છે કે સ્થૂળતા વધવાનું મુખ્ય કારણ ગળાશ હોય છે.
– માનવામાં આવે છે અઠવાડિયામાં એક વખત ઉપવાસ જરૂર રાખવો જોઈએ. ઘણી સ્ટડીમાં સામે આવ્યું છે કે, ઉપવાસ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. આનાથી મોટાપાની સાથે-સાથે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
– આ સિવાય જમ્યા પછી વજ્રાસન જરૂર કરો. આ આસન કરવાથી પણ ચરબી અને વજન ઘટે છે.
નોંધ- આ લેખ તમારી સામાન્ય જાણકારી માટે છે, કોઈપણ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.