ગાંધીનગર
ગુજરાતની આવનાર પેઢીને સમૃદ્ધિ ,વારસો ,વિરાસત પહોંચાડીએ.જીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રી
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વાર્તાથી વાવેતરનો કાર્યક્રમ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજાયો.
‘મૂછાળી મા’ ના વાત્સલ્યપૂર્ણ નામથી પ્રખ્યાત “બાળસાહિત્યના બ્રહ્માસ્ત્ર” ગિજુભાઈ બધેકાની બાળકેળવણીને વેગવંતી બનાવવા માટે રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ગિજુભાઈ ની વાર્તાઓને સાઈ લક્ષ્મી ફાઉન્ડેશન તથા શ્રી સાઈરામ દવે ની ટીમ દ્વારા તારીખ 13. 10 .22 ના રોજ ગુરુવારે વસ્ત્રાલ ખાતે રજૂ કરાઇ.
બાળ કેળવણી કાર ગિજુભાઈ બધેકાની શિક્ષણ પદ્ધતિનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સ્વીકાર કરવામાં આવેલ છે. બાળ કેળવણીમાં ગીજુભાઈ બધેકાના પ્રદાનને જાણવા અને માણવા માટે સ્કુલ બોર્ડ ના ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઇસ ચેરમેનવિપુલભાઈ સેવક,નીતિનભાઈ (હિન્દુ કાઉન્સિલ ના મેમ્બર ),હોસ્પિટલ ચેરમેન પરેશભાઈ પટેલ ,મનીષભાઈ મહેતા (સ્કાઉટ અને ગાઈડ),અમિતદવે, શૈલેષ બાવા (ડાયટ પ્રાચાર્ય), શાસનાધિકારી ડૉ. એલ. ડી. દેસાઈ, હિતેન્દ્ર પઢેરિયા,તેમજ પદાધિકારીગણ, અધિકારીગણ, શિક્ષક મિત્રો, તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા .
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ઓનલાઇન માર્ગદર્શન પૂરું પાડતા કહ્યુ કે જો તેમણે તેમની બા પાસેથી ઢગલાબંધ વાર્તાઓ ન સાંભળી હોત તો આસ્થા જ ન બચી હોત.ગુજરાતની આવનાર પેઢીને સમૃદ્ધિ ,વારસો ,વિરાસત પહોંચાડીએ.
તેમજ ઉપસ્થિત શિક્ષક મિત્રોને કહ્યું કે વાર્તા ના પુસ્તકો ખરીદો, રોજ વાર્તા કહેવાની ટેવ પાડો અને ભારતની નવી પેઢીના શ્રી ગણેશ કરીએ.
ત્યારબાદ સાઈરામ દવે તેમની ટીમ સાથે પ્રસ્તુત થતાં કહ્યું કે માના દૂધ પછી વાર્તા એ બાળક માટે ખૂબ જ જરૂરી છે.
વિવિધ મોબાઈલની ગેમો ની જગ્યાએ આજના બાળકને એક એક વાર્તા આપવાની છે. તેમજ વાર્તામાં શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, વાર્તા કેવી હોવી જોઈએ આ સર્વ વસ્તુનું જ્ઞાન કરાવતા ઘણી એવી વાર્તાઓ કીધી,વાર્તાનું વાંચિકમ કેવી રીતે કરવું,બાળગીતો અને બાળ જોડકણાઓ ગાઈ અને બધા સાથે ગવડાવીને ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું.
અંતે ડાયેટ ના પ્રાચર્ય શૈલેષભાઈ બાવાએ વાર્તાથી વાવેતરના સૌ સહભાગીઓની આભાર વિધી કરી.
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ