સત્તાધારી ભાજપ માટે પીપીપી એટલે પબ્લીક – પ્રાઇવેટ પાર્ટનરશીપ નહી પણ પબ્લીક ફોર પર્સનલ પર્સન ની નીતી ?
અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સોમવારે મળનાર રીક્રીએશનલ એન્ડ કલ્ચરલ કમિટીના એજન્ડામાં
જોધપુર રીક્રીએશનલ સેન્ટર દસ વર્ષ માટે પીપીપી ધોરણે શ્રી મેન્ટોપુલ્સ નામની સંસ્થાને આપવા માટેનું કામ લાવવામાં આવ્યું છે.જેની સામે તેઓએ વિરોધ કર્યો છે.
તેઓએ વિરોધ કરતા કહ્યું છે કે રીક્રીએશનલ સેન્ટર બનાવવા તથા તેના સાધનો તથા અન્ય સુવિધાઓ માટે ખર્ચ અમદાવાદ મહાનગર પાલિકા કરે અને પીપીપી ધોરણે મળતીયા કંપનીને ચલાવવા માટે આપવું એટલે પબ્લીક – પ્રાઇવેટ પાર્ટનરશીપ નહી પણ પબ્લીક ફોર પર્સનલ પર્સન ની નીતી ? આ કેટલું યોગ્ય છે તેવા સવાલો બીજેપીની પીપીપી મોડલ નીતિ સામે ઉઠાવ્યા છે.
ભૂતકાળમાં સત્તાધારી ભાજપે વસ્ત્રાલમાં ૫૯ કરોડના ખર્ચે, ગોતામાં સોલા ર્વોટસ કોમ્પલેક્ષ ૫૯ કરોડના ખર્ચે, શાહપુર અને પાલડીમાં ૨૦ કરોડના ખર્ચે બનેલ ર્હોટસ કોમ્પલેક્ષ તથા વાડજ અને ઘોડાસરમાં સ્કેટીગં રીંક અને ટેનીસ કોર્ટ બનાવેલ છે. પરંતુ નવાઇની બાબત એ છે કે કરોડોનો ખર્ચ કર્યા બાદ પીપીપી મોડલના નામે મળતિયાઓના ના હવાલે કરી દેવાય છે જેમના દ્વારા પ્રજા પાસેથી ઊંચી ફી તથા ટીકીટના દર લઇ લુંટવાનું કામ કરે છે પ્ર
સત્તાધારી ભાજપ દ્વારા ખેલ મહાકુંભ, રમશે ગુજરાત, ના નારા હેઠળ કરોડો રૂા.નો ખર્ચ કરી પોતાના મળતીયા કોન્ટ્રાકટરને પીપીપી ધોરણના રૂપાળું નામ આપી પધરાવી દેવાની સાજીસ પ્રજાને ખેલાડી તથા યુવાઓ પ્રત્યે કેવી માનસિકતા ધરાવે છે તેનું પ્રર્દશન ભાજપ કરે છેજોકે વાસ્તવિકતા અલગ છે અને ભ્રામક પ્રચાર કરી પ્રજા સાથે દ્રોહ કરે છે આ ઉપરાંત પણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થઇ ગયેલ છે પરંતુ તેનું ઉદ્ધાટન/લોકાર્પણ ભાજપના સત્તાધીશો કરી શક્યાં નથી જેથી ખાસ કરીને ખેલાડી તથા યુવાઓને તેનો પુરતો લાભ મળી શકેલ નથી
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી ભાજપના ઈશારે એ એમ સી દ્વારા ૬૨ જેટલા જીમ્નેશીયમો પોતાના મળતીયાઓની ખાનગી સંસ્થાને પધારવી દેવાની પેરવી ચાલુ છે આ પહેલાં પણ ગોતા અને થલતેજમાં બનાવેલ રીક્રીએશન સેન્ટર પીપીપી ધોરણે આપી દેવામાં આવેલ છે રીક્રીએશન સેન્ટરમાં સ્નાનગાર, જીમ્નેશીયમ, ચેઇન્જ રૂમ, સાવર રૂમ,અને વોશરૂમ વિગેરેની સુવિધા હોય છે કરોડોની જગ્યા અને તેને બનાવવા પાછળ થતો કરોડોનો ખર્ચ મ્યુ.કોર્પો કરે અને તેનું સંચાલન કરવાનું કામ પોતાના મળતીયાઓની ખાનગી પાર્ટીને આપવાનું ! આ નીતી ખેલાડી તથા યુવાઓ માટે નુકશાનારક બની રહેશે ત્યારે કોંગ્રેસની રજુઆત છે કે અમદાવાદ મહાનગર પાલિકા ખાનગી હાથોમાં જિમ્નેશિયમ આપવાને બદલે ખુદ ચલાવે જેનાથી પ્રજાનું હીટ જળવાશે.