Connect with us

અમદાવાદ

દિલ્હીમાં વકીલોની માંગ હતી કે તેમની ચેમ્બરની વીજળી ફ્રી કરવામાં આવે, અમે વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છેઃ અરવિંદ કેજરીવાલ

Published

on

આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલો સાથે સંવાદ કર્યો.

વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં વકીલોની માંગ હતી કે તેમની ચેમ્બરની વીજળી ફ્રી કરવામાં આવે, અમે વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છેઃ અરવિંદ કેજરીવાલ

નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ

ઘણા લોકોની માંગ છે, તેથી અમે ચોક્કસપણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ

Advertisement

વકીલો ખૂબ શક્તિશાળી હોય છે, જો બધા વકીલો એકજૂટ થઇ જાય અને નક્કી કરી લે તો તેઓ કોઈપણ પાર્ટીને જીતાડી શકે છે અને કોઈપણ પાર્ટીને હરાવી શકે છે, આ હું મારા અનુભવથી કહી રહ્યો છું: અરવિંદ કેજરીવાલ

એક સમય હતો જ્યારે 70% થી 80% વકીલો ભાજપના વફાદાર હતા, આજે 70% થી 80% વકીલો કેજરીવાલની સાથે છે, તેઓ અમને પ્રેમ કરે છે કારણ કે અમે તેમની સંભાળ રાખીએ છીએ: અરવિંદ કેજરીવાલ

હું જે કહું છું તે 5 વર્ષમાં નહીં કરું તો મને કાઢી મુકજો, મને બીજી વખત ગુજરાતમાં ઘુસવા ન દેતા – અરવિંદ કેજરીવાલ

આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આપણે પાછળ રહી ગયા છીએ, એક જ વસ્તુ એવી છે કે જો અત્યારે લાવવામાં આવે તો ભારત ને ગરીબીમાંથી બહાર કાઢી શકાય, તે છે ભારતના બાળકોને સારું શિક્ષણ આપવું: અરવિંદ કેજરીવાલ

ગુજરાતની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરવામાં આવશે અને સરકારી શાળાઓને એટલી શાનદાર બનાવવામાં આવશે કે પ્રાઇવેટ શાળાના બાળકો પણ સરકારી શાળાઓમાં પ્રવેશ લેશે: અરવિંદ કેજરીવાલ

Advertisement

સારું શિક્ષણ આપવું એ મફત રેવડીનું વિતરણ નથી, એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે: અરવિંદ કેજરીવાલ

આપણો દેશ સર્વશ્રેષ્ઠ, વિશ્વ ગુરુ અને નંબર વન ત્યારે બનશે જ્યારે આપણે દેશનાં દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું – અરવિંદ કેજરીવાલ

જ્યારે 10,000 કમાનારનું બાળક IITમાંથી પાસ આઉટ થશે, તો તેની માસિક આવક 3-4 લાખ થશે, અને તે પરિવારની ગરીબી દૂર થશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં તમામ સારવાર મફત કરવામાં આપવામાં આવી છે, સરકારી હોસ્પિટલોને પ્રાઇવેટ હોસ્પિટલો કરતા વધુ સારી બનાવવામાં આવી છે, મને લાગે છે કે આ સરકારની જવાબદારી છે, તેને મફતની રેવડી ન કહેવાય: અરવિંદ કેજરીવાલ

દુનિયામાં એવા 37 દેશો છે જ્યાં દરેક બાળકને મફતમાં શિક્ષણ મળે છે, તેઓ સમૃદ્ધ દેશ હોવાથી મફતમાં શિક્ષણ આપતા નથી, પરંતુ તેઓ એટલા માટે સમૃદ્ધ છે કારણ કે તે દેશો તેમના બાળકોને મફત શિક્ષણ આપે છે: અરવિંદ કેજરીવાલ

Advertisement

અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, જો અમારા જ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે તેમને જેલમાં મોકલી દીધા હોતઃ અરવિંદ કેજરીવાલ

 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત ઘણાં બધાં કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બીજા દિવસે 12 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલજી એ ઓટો રિક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને ખાતરી આપી હતી કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ બાદ અરવિંદ કેજરીવાલજી વેપારીઓ સાથે જાહેર સંવાદ કરવા પહોંચ્યા. અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ સાથે વાતચીત કરી, તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું. આ પછી અરવિંદ કેજરીવાલજી અમદાવાદમાં વકીલો સાથેના સંવાદ કરવા પહોંચ્યા.

વકીલો ખૂબ શક્તિશાળી હોય છે, જો બધા વકીલો એકજૂટ થઇ જાય અને નક્કી કરી લે તો તેઓ કોઈપણ પાર્ટીને જીતાડી શકે છે અને કોઈપણ પાર્ટીને હરાવી શકે છે, આ હું મારા અનુભવથી કહી રહ્યો છું: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલોને સંબોધતા કહ્યું હતું કે વકીલો ખૂબ શક્તિશાળી છે. જો બધા વકીલો એકજૂટ થઈ જાય અને નક્કી કરી લે તો તેઓ કોઈપણ પાર્ટીને જીતાડી શકે છે અને કોઈ પણ પાર્ટીને હરાવી શકે છે, આ હું મારા પોતાના અનુભવ પરથી કહી રહ્યો છું. જ્યારે હું દિલ્હીમાં પહેલી ચૂંટણી લડ્યો હતો, ત્યારે ભાજપે કિરણ બેદીજીને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કિરણ બેદીજીએ એકવાર વકીલોના પ્રોટેસ્ટ પર લાઠીચાર્જ કર્યો હતો. એટલા માટે તમામ વકીલોએ તેમની ટીમ બનાવી, મારી પાસે આવ્યા અને મને કહ્યું કે અમે તમને સમર્થન આપીશું અને તેમને હરાવીશું. વકીલોએ પોતે ડોર ટુ ડોર કૈંપેન દ્વારા ઘરે-ઘરે જઇને અમારા માટે પ્રચાર કર્યો હતો અને અમને જીતાડ્યા હતા. કિરણ બેદીજીનું આટલું મોટું નામ હતું, છતાં તે અમારા જેવા નાના નેતા સામે હારી ગયા. તેવી જ રીતે ગુજરાતમાં તમામ વકીલો ભેગા થાય તો ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનો પણ અંત આવી શકે છે અને ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.

Advertisement

વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી અમે વકીલો સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરી. દિલ્હીમાં વકીલો માંગ કરી રહ્યા હતા કે તેમની ચેમ્બરની વીજળી મફત કરવામાં આવે. અમે વકીલોની ચેમ્બરની વીજળી મફત કરી. બીજી તેમની બે માંગણીઓ હતી, એક જીવન વીમો અને બીજો આરોગ્ય વીમો. આ માટે, અમે ખૂબ જ ઉદાર નીતિ બનાવી હતી, વકીલો માટે અમે ₹ 10,00,000 નો જીવન વીમો કરાવ્યો હતો. ઘણા લોકોની માંગ છે, તેથી અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરીશું. હું માનું છું કે માત્ર કાયદાનો અમલ કરવાથી કંઈ નહીં થાય, પોલીસ તંત્ર સાથે મળીને તે કાયદાનો અમલ કરવો પડશે. વકીલો અને ડોક્ટરો પર આટલા હુમલાઓ થઈ રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે, આ બંધ થવું જોઈએ. તેથી એડવોકેટના રક્ષણ માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી વ્યવસ્થા બનાવવામાં આવશે.

નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ

એક વ્યક્તિએ કહ્યું કે, નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું. અન્ય એક વ્યક્તિએ માંગણી કરી હતી કે ચેમ્બરની અછત છે, વધુ ચેમ્બર બનાવવી જોઈએ, ઘણા વકીલો બહાર બેસે છે. તેમના માટે ચેમ્બર પણ બનાવવામાં આવશે. અન્ય એક વ્યક્તિની માંગ હતી કે, 169 એડવોકેટનો કેસ અટવાયેલો છે, અમારી સરકાર બનશે તો અમે તમારા પક્ષમાં નિર્ણય કરીશું. એક મહિલાએ કહ્યું કે, જો મહિલાઓ તેમના બાળકોને ઘરે મુકીને આવે છે તો તેમના માટે સુવિધાઓ ઉભી કરવી જોઈએ. હું તમને ખાતરી આપું છું કે અમે તમને ગમશે તેવી સુવિધા આપીશું. એકથી એક એવી માંગણી આવી છે કે 10 વર્ષ પુરા થવા પર ઓટોમેટીક નોટરી આપી દેવી જોઇએ. તે પણ કરવામાં આવશે.

આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આપણે પાછળ રહી ગયા છીએ, એક જ વસ્તુ એવી છે કે જો અત્યારે લાવવામાં આવે તો ભારત ને ગરીબીમાંથી બહાર કાઢી શકાય, તે છે ભારતના બાળકોને સારું શિક્ષણ આપવું: અરવિંદ કેજરીવાલ

Advertisement

આઝાદીના 75 વર્ષમાં ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે, આપણે પાછળ કેમ રહી ગયા? જ્યારે ભગવાને બ્રહ્માંડની રચના કરી, ત્યારે તેમણે ભારતમાં સૌથી વધુ મહેનતુ લોકો બનાવ્યા. ભારતીય સૌથી બુદ્ધિશાળી છે. જો તમે આખી દુનિયામાં નજર નાખો તો તમને બધી મલ્ટીનેશનલ કંપનીઓમાં ટોપ નંબર વન ટુ થ્રીમાં ક્યાંક ને ક્યાંક એક ભારતીય બેઠેલો જોવા મળશે, પરંતુ તેમ છતાં આપણે કેમ પાછળ રહી ગયા? જ્યારે ભગવાને બ્રહ્માંડની રચના કરી, ત્યારે તેમણે ભારતને સૌથી સુંદર સ્થળ, સોનાનું પક્ષી, પર્વતો આપ્યા, નદીઓ આપી, ઔષધિઓ આપી, તમામ પાકો આપ્યા, તમામ ખનીજો આપ્યા અને સમુદ્ર આપ્યા, છતાં આપણે કેમ પાછળ રહી ગયા છીએ? આપણા પછી ઘણા દેશો આઝાદ થયા પણ તેઓ પણ આપણાથી આગળ નિકળી ગયા. સિંગાપોર આપણા 15 વર્ષ પછી આઝાદ થયું હતુ,તે છતાં તે આપણાથી આગળ નીકળી ગયું છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન બરબાદ થઈ ગયું હતું, છતાં તે આપણાથી આગળ નીકળી ગયું. આપણે કેમ પાછળ રહી ગયા? કરવા માટે હજું ઘણું બધું છે. આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આપણે પાછળ રહી ગયા છીએ, એક જ વસ્તુ એવી છે કે જો અત્યારે લાવવામાં આવે તો ભારત ને ગરીબીમાંથી બહાર કાઢી શકાય, તે છે ભારતના બાળકોને સારું શિક્ષણ આપવું.

સારું શિક્ષણ આપવું એ મફત રેવડીનું વિતરણ નથી, એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે: અરવિંદ કેજરીવાલ

આજે જ્યારે હું મફત શિક્ષણ આપવાની વાત કરું છું ત્યારે તેઓ મારી મજાક ઉડાવે છે અને કહે છે કે અરવિંદ કેજરીવાલ મફતની રેવડી વહેંચી રહ્યા છે. સારું શિક્ષણ આપવું એ મફત રેવડીનું વિતરણ નથી, એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે. જ્યારે દિલ્હીમાં અમારી સરકાર બની ત્યારે દિલ્હીની સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ હતી. આજે એ જ સરકારી શાળાઓને ખાનગી શાળા કરતા પણ વધારે સારી બનાવી છે. ગત વર્ષે 4,00,000 બાળકો એ પોતાના નામ પ્રાઇવેટ શાળાઓમાંથી નિકાળીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. દિલ્હીમાં જ્યારે હું એક સરકારી શાળાના વર્ગમાં ગયો અને એક બાળકને પૂછ્યું કે, તમે કઈ શાળામાંથી આવ્યા છો, તો તેણે કહ્યું હતુ કે, સેન્ટ કોલંબસમાંથી. સેન્ટ કોલંબસ એ દિલ્હીની જાણીતી પ્રાઇવેટ શાળા છે અને ત્યાં એડમિશન લેવા માટે લાંબી લાઇનો લાગે છે. સેન્ટ કોલંબસ જેવી શાળામાંથી નામ કઢાવીને લોકો દિલ્હીની સરકારી શાળામાં એડમિશન મેળવી રહ્યા છે તો આનાથી મોટું પ્રમાણપત્ર શું હોઈ શકે.

જ્યારે 10,000 કમાનારનું બાળક IITમાંથી પાસ આઉટ થશે, તો તેની માસિક આવક 3-4 લાખ થશે, અને તે પરિવારની ગરીબી દૂર થશે: અરવિંદ કેજરીવાલ

ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓનું બોર્ડ પરિણામ 99.7% આવ્યું હતું. હવે જે બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાંથી બહાર આવી રહ્યા છે, તેઓ IIT જેવી જગ્યાએ એડમિશન લઈ રહ્યા છે, કેટલાક બાળકો મોટી મેડિકલ કોલેજોમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીમાં એક રિક્ષાચાલકનો બાળક IIT ભણવા જઈ રહ્યો છે, જ્યારે પ્લમ્બરનો દીકરો પણ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા IIT જઈ રહ્યો છે. આ વર્ષે 450 બાળકોને આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો છે. 425-450 જેટલા બાળકોને NEET પાસ કર્યા બાદ મેડિકલમાં ગયા છે. જ્યારે 10,000 કમાનારનું બાળક IITમાંથી પાસ આઉટ થશે તો તેની માસિક આવક 3-4 લાખ થશે. ત્યારે તે પરિવારની ગરીબી દૂર થશે અને આ રીતે તમામ બાળકોને સારું શિક્ષણ આપીશું તો દરેકની ગરીબી દૂર થઈ શકશે. આ રીતે એક પેઢીને સારું શિક્ષણ આપીને આપણે આવનારા 5-10 વર્ષમાં ગરીબી દૂર કરી શકીએ છીએ.

Advertisement

આપણો દેશ સર્વશ્રેષ્ઠ, વિશ્વ ગુરુ અને નંબર વન ત્યારે બનશે જ્યારે આપણે દેશનાં દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું – અરવિંદ કેજરીવાલ

આપણા દેશમાં 18 કરોડથી વધુ બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે અને આજે દેશમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ખૂબ જ ખતરનાક છે અને ટ્રેન્ડ એવો છે કે એક પછી એક સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. સરકારી શાળા બંધ થશે તો ગરીબનું બાળક કેવી રીતે ભણશે? આ લોકો ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવે છે અને તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા મજબૂર છે. સરકારી શાળાઓ બંધ થશે તો 18 કરોડ બાળકો કેવી રીતે ભણશે? તો પછી આપણો દેશ કેવો વિશ્વ ગુરુ અને કયો નંબર વન દેશ? જ્યારે આપણે આપણા દેશના દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું ત્યારે આપણો દેશ વિશ્વનો શ્રેષ્ઠ શિક્ષક અને નંબર વન બનશે. અમે 5 વર્ષમાં સ્કૂલો ઠીક કરી છે અને જો દિલ્હીમાં આવું થઈ શકે તો આખા દેશની તમામ સ્કૂલો પણ 5 વર્ષમાં સારી થઈ શકે છે. અને જો ગુજરાતની જનતા અમને તક આપશે તો અમે ગુજરાતની શાળાઓને મહાન બનાવીશું.

ગુજરાતની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરવામાં આવશે અને સરકારી શાળાઓને એટલી શાનદાર બનાવવામાં આવશે કે પ્રાઇવેટ શાળાના બાળકો પણ સરકારી શાળાઓમાં પ્રવેશ લેશે: અરવિંદ કેજરીવાલ

હું જાણું છું કે અહીં હાજર તમામ વકીલોના બાળકો ખાનગી શાળાઓમાં ભણતા હોવા જોઈએ. તેથી હું કહેવા માંગુ છું કે અમારી સરકાર બન્યા પછી અમે ખાનગી શાળાઓને પણ સારી કરીશું. આપણે જાણીએ છીએ કે ખાનગી શાળાઓએ ઘણી ગુંડાગીરી કરી છે. અમે દિલ્લીમાં છેલ્લા 7 વર્ષમાં પ્રાઇવેટ શાળાઓને ફી વધારવાની મંજૂરી આપી નથી. અમારી સરકાર આવતાની સાથે જ અમે દિલ્હીની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરાવ્યું. ઓડિટમાં બહાર આવ્યું છે કે કેટલાક લોકો પાસે 50 કરોડ સુધીની FD છે. ગુજરાતમાં કદાચ આના કરતાં વધુ FD હશે. તેથી અમે દિલ્હીની તે શાળાઓની FD તોડી નાખી અને બાળકોની ફી પરત મળી. દેશમાં પહેલીવાર એવું બન્યું હશે કે ખાનગી શાળાઓએ બાળકોને ફી પરત કરી હોય. તે પછી અમે કાયદો બનાવ્યો કે સરકારની સંમતિ વિના કોઈ પણ પોતાની ફીમાં વધારો નહીં કરે. તેથી અમે ગુજરાતમાં પણ એવું જ કરીશું કે, અમે ખાનગી શાળાઓને ગેરવાજબી રીતે ફી વધારવા નહીં દઈએ અને તેનું ઓડિટ પણ કરાવીશું. બીજી વાતમાં, હું તમને ખાતરી આપું છું કે, 5 વર્ષમાં ગુજરાતની સરકારી શાળાઓ એટલી સારી કામગીરી કરશે કે અહીં બેઠેલા 70 થી 80% લોકો તેમના બાળકોના નામ પ્રાઇવેટ શાળાઓમાંથી નિકાળીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવશે.

દિલ્હીમાં તમામ સારવાર મફત કરવામાં આપવામાં આવી છે, સરકારી હોસ્પિટલોને પ્રાઇવેટ હોસ્પિટલો કરતા વધુ સારી બનાવવામાં આવી છે, મને લાગે છે કે આ સરકારની જવાબદારી છે, તેને મફતની રેવડી ન કહેવાય: અરવિંદ કેજરીવાલ

Advertisement

બીજી મહત્વની બાબત આરોગ્ય છે. આજ સારી સારવાર લેવી ખૂબ મોંઘી થઈ ગઈ છે. નાની બીમારી હોય તો તમે ડોક્ટર પાસે જાવ,તો બિલ ત્રણ-ચાર હજારથી ઓછું આવતું નથી. જો કોઈ મોટી બીમારી હોય તો 8 થી 10 લાખનું બિલ આવે છે. માણસ લૂંટાઇ જાય છે, પગાર વધતો નથી. દિલ્હીમાં 2 કરોડ લોકો રહે છે, પછી તે ગરીબ હોય કે અમીર, અમે દરેકની સારવાર મફત કરી છે. ગલી-ગલીમાં મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવ્યા છે. દિલ્હીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં બે મોહલ્લા ક્લિનિક્સ છે. એક વાર ત્યાં સરપ્રાઈઝ વિઝીટ માટે ગયા અને જોયું કે ત્યાં ઘણી બધી સમૃદ્ધ પરિવારની સ્ત્રીઓ તેમની સારવાર કરાવી રહી હતી. તમામ દવાઓ, તમામ ટેસ્ટ, ઓપરેશન મફતમાં કરવામાં આવે છે. જો કોઈ મોટી બીમારી હોય તો 10, 20 કે 30 લાખનો ખર્ચ થાય છે, તે પણ દિલ્હી સરકાર આપે છે. સરકારી હોસ્પિટલોને પ્રાઇવેટ કરતા વધુ સારી બનાવવામાં આવી છે, મને લાગે છે કે તે સરકારની જવાબદારી છે, તેને મફતની રેવડી ન કહેવાય.

દુનિયામાં એવા 37 દેશો છે જ્યાં દરેક બાળકને મફતમાં શિક્ષણ મળે છે, તેઓ સમૃદ્ધ દેશ હોવાથી મફતમાં શિક્ષણ આપતા નથી, પરંતુ તેઓ એટલા માટે સમૃદ્ધ છે કારણ કે તે દેશો તેમના બાળકોને મફત શિક્ષણ આપે છે: અરવિંદ કેજરીવાલ

દુનિયામાં 37 દેશો એવા છે જ્યાં દરેક બાળકને મફત શિક્ષણ મળે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાનમાં મફત શિક્ષણ આપવામાં આવે છે. તેઓ સમૃદ્ધ દેશ હોવાથી તેઓ ત્યાં મફતમાં શિક્ષણ આપતા નથી, પરંતુ તેઓ સમૃદ્ધ છે કારણ કે તે દેશો તેમના બાળકોને મફત શિક્ષણ આપે છે. જો આપણે પણ આપણા બાળકોને મફત શિક્ષણ આપીશું તો આપણે ધનવાન બનીશું. એવા ઘણા દેશો છે જે તેમના નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. દિલ્હીમાં આપી, ગુજરાતના સાડા-છ કરોડ લોકોને પણ આપવામાં આવશે. તમારા માટે સરકારી હોસ્પિટલો, ગામમાં-ગામમાં મહોલ્લા ક્લિનિક, શહેરમાં પણ વસાહતની અંદર મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે. તમે કહો છો કે એ પૈસા ક્યાંથી આવશે? પૈસાની કોઈ અછત નથી, પોતાના માટે કાર ખરીદવી હોય, બંગલો ખરીદવો હોય, વિમાન ખરીદવું હોય તો પૈસા જોઇએ, જનતા કંઈ પણ માંગી લે પરંતુ એમની પાસે પૈસો નથી.

અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, જો અમારા જ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે તેમને જેલમાં મોકલી દીધા હોતઃ અરવિંદ કેજરીવાલ

MLAએ ખરીદવા માટે તેમની પાસે ઘણા પૈસા છે. દિલ્હીમાં અમારી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરતાં અમારા 12 ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરેકને 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમનો ટાર્ગેટ 40 MLA હતો. તેમણે દિલ્હીમાં 800 કરોડની વ્યવસ્થા કરી રાખી હતી. આ પૈસા ક્યાંથી આવ્યા? કોના પૈસા છે? MLA ખરીદવાનો ધંધો અમારો નથી એટલે અમે તમારા માટે વીજળી મફત કરીએ છીએ, શિક્ષણ મફત કરીએ છીએ, હોસ્પિટલો પણ મફત કરીએ છીએ, દવાઓ મફત કરીએ છીએ. ભ્રષ્ટાચારનો અંત આવશે. આખા દેશમાં એક જ પાર્ટી છે જે કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. પંજાબમાં અમારા એક મંત્રીનું રેકોર્ડિંગ સામે આવ્યું છે કે તે કોઈની પાસે પૈસા માંગી રહ્યો છે. ભગવંતમાને અમારા જ મંત્રીને સીધા જેલમાં મોકલી દીધા હતા. તેઓ ક્યારેય પોતાના લોકો પર કાર્યવાહી કરતા નથી, CBI, ED અન્ય લોકો પર કાર્યવાહી કરતા નથી. અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, જો અમારા જ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે તેમને જેલમાં મોકલી દીધા હોત.

Advertisement

હું જે કહું છું તે 5 વર્ષમાં નહીં કરું તો મને કાઢી મુકજો, મને બીજી વખત ગુજરાતમાં ઘુસવા ન દેતા – અરવિંદ કેજરીવાલ

આજે દિલ્હી અને પંજાબમાં સરકારી ઓફિસોમાં કોઈપણ કામ પૈસા વગર થાય છે. લાઇસન્સ કઢાવવા, વીજળીનું કનેક્શન લેવા, રેશનકાર્ડ લેવા, પાણીનું કનેક્શન લેવા, પેન્શન લેવા માટે, કોઈપણ કામ માટે લાંચ આપવાની જરૂર નથી, પૈસા વગર કામ થાય છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું, ઘણા પૈસાની બચત થશે. ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું છે. પહેલા દિલ્હી પર પણ ઘણું દેવું હતું, આજે ગયા વર્ષનો CAG નો રિપોર્ટ આવ્યો છે, તેમાં લખ્યું છે કે દિલ્હીમાં એક રૂપિયાની પણ લોન નથી અને પોઝિટિવ બજેટ આવી રહ્યું છે. શિક્ષિત IIT એન્જિનિયરને મુખ્યમંત્રી બનાવવાનો આ ફાયદો છે. તમે તેમને 27 વર્ષ આપ્યા, તેઓ જે કરવા માગતા હતા તે કર્યું, આગામી 5 વર્ષમાં તેઓ જે કરી રહ્યા છે, તેઓ કંઈ નવું નહીં કરે. અમને પણ એક તક આપો, પરિવર્તન આવવું જ જોઈએ. જો હું જે કહું છું તે 5 વર્ષમાં નહીં કરું તો મને લાત મારીને કાઢી દેજો, મને બીજી વખત ગુજરાતમાં પ્રવેશવા ન દેતા. દિલ્હીમાં છેલ્લી 2020ની ચૂંટણીમાં મેં કહ્યું હતું કે જો મેં છેલ્લા 5 વર્ષમાં કામ કર્યું નથી, તો મને મત ન આપતા, આ કહેવા માટે કાળજું હોવું જોઇએ. આ લોકો 5 વર્ષ પછી આવે છે અને કહે છે કે એક તક આપો. દિલ્હીમાં તમારા જે પણ સગા-સંબંધીઓ અને મિત્રો રહેતા હોય તો એમને ફોન કરીને પૂછજો કે, શું કેજરીવાલ દિલ્હીમાં સારું કામ કરી રહ્યા છે? જો તે ના કહેતો હોય તો ગુજરાતમાં મને વોટ ન આપતા. દિલ્હીના લોકો અમારાથી ખુશ છે, અમને પ્રેમ કરે છે.

એક સમય હતો જ્યારે 70% થી 80% વકીલો ભાજપના વફાદાર હતા, આજે 70% થી 80% વકીલો કેજરીવાલની સાથે છે, તેઓ અમને પ્રેમ કરે છે કારણ કે અમે તેમની સંભાળ રાખીએ છીએ: અરવિંદ કેજરીવાલ

એક સમય હતો જ્યારે 70% થી 80% વકીલો ભાજપ ને વફાદાર હતા, આજે 70% થી 80% વકીલો કેજરીવાલ સાથે છે. તેઓ અમને પ્રેમ કરે છે કારણ કે અમે તેમની સંભાળ રાખીએ છીએ. આજની તારીખે જે સર્વે આવી રહ્યા છે તેમાં અમે બીજા નંબરે આવી ગયા છીએ. ચૂંટણી માટે 2 મહિના છે, અમે પ્રથમ આવીશું. પહેલા દિલ્હીએ રેકોર્ડ બનાવ્યો, 70માંથી 67 સીટો આવી, પછી પંજાબમાં 117માંથી 92 સીટો આવી, હવે આ બંનેનો રેકોર્ડ ગુજરાત તોડવા જઈ રહ્યું છે.

આ ટાઉનહોલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની સાથે ‘આપ’ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ‘આપ’ના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, ‘આપ’ના નેશનલ જોઇંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ એડવોકેટ વિંગના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર હાજર રહ્યા હતા.

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.