Uncategorized
મહાત્મા ગાંધી ઇન્ટરનેશન સ્કૂલમાં પ્રવેશમાં મોટા પાયે કરાઇ રહી છે ગેરરીતી- હાઇકોર્ટમાં કરાઇ પીઆઇએલ
મહાત્મા ગાંધી ઇન્ટરનેશન સ્કૂલમાં પ્રવેશમાં મોટા પાયે કરાઇ રહી છે ગેરરીતી- હાઇકોર્ટમાં કરાઇ પીઆઇએલ
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન કાયદાનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડના પુર્વ સભ્ય અને કોંગ્રેસના નેતા ઇલ્યાસ કુરેસીએ કર્યો છે, તેઓએ આના માટે
ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે,
અમદાવાદ નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા 30-08-1997ના રોજ અમદાવાદ મહાનગર પાલિકાના માધ્યમથી ઇન્ટરનેશનલ સ્કુલની સ્થાપના કરવા અને તે માટે આઇડીયલ ફાઉન્ડેશનના સહયોગથી ઠરાવ કરાયુ હતું,જેના ભાગ રુપે નગર પ્રાથમિકશિક્ષણ
સમિતિ દ્વારા મિઠાખળી સ્થિત એલિસ બ્રિજ શાળા નંબર 20નુ મકાન 101 રુપિયાના ટોકન ભાડે 30 વરસ માટે ફાળવવામાં આવ્યુ હતું જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એક સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરવી, સદર ટ્રસ્ટમાં મેયર, સ્કૂલ બોર્ડના ચેરમેન મ્યુ કમિશ્નર,તેમજ શહેરના બે અગ્રણી કેળવીકાર અને આઇડિલ ફાઉન્ડેશનના બે સભ્યોના સમાવેશ કરાયો હતો..એ દરમિયાન અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શરત રાખવામાં આવી હતી કે મ્યુનિસિપલ શાળામાં ભણતા 20 ટકા બાળકોને
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ આપવો,, મફત શિક્ષણ આપવું, તેમજ કોઇ પણ પ્રકારનુ તેમની પાસેથી ખર્ચ ન લેવું,,ત્યારે કોંગ્રેસના નેતા ઇલ્યાશ કુરેશીએ આરોપ લગાવ્યો છે સ્કૂલ કોઇ પણ પ્રકારના કરારના શરતોનુ પાલન કરતુ નથી,
તેમણે વધુમાં કહ્યુ છે કે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન માટે ચોક્કસ પોલીસી નથી, આરટીઈના કાયદામાં ધોરણ 1 માં જ પ્રવેશ આપવાનો હોય છે, પણ આ સ્કૂલે આરટીઇના નિયમો નેવે મુકી જુનિયર કેજી સિનિયર કેજી અને ધોરણ 11માં
પ્રવેશ આપી ગેરરીતી આચરી હોવાનો આરોપ લગાવ્યો છે, મહત્વપુર્ણ બાબત એ છે કે આ સ્કુલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 20 ટકા બાળકોને પ્રવેશ આપવા માટે કોઇ સમિતી બનાવામાં આવી નથી,
નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !