ધન્ય છે પાલજ ના ઓટો રીક્ષા ચાલક અને તેના પરિવારને જેણે ત્રણ લોકોની જિંદગી બચાવી
ગાંધીનગરના પાલજ ગામના વતની કિશનભાઇ છનાભાઈ વાઘેલા ઓટો રીક્ષા ચાલક ખાતે જીવન નિર્વાહ કરતા હતા તેઓ
.૭ નવેમ્બર’૨૨ નાં રોજ સેક્ટર-૮ ચર્ચ નજીક ઓટો રિક્ષાને લઇ પસાર થતા એ દરમ્યાન તેમની રીક્ષા પલ્ટી ખાઈ જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેમને ડોક્ટરોએ સારવાર દરમ્યાન તેમનેબ્રેન ડેડ જાહેર કર્યા હતા ત્યારે ,સામાજિક આગેવાનોએ કિશનભાઇના પરિવારને અંગોનું દાન કરવા માટે સમજાવ્યા હતા..જેથી તેમનો પરિવારે મૃતક ના અંગોનું દાન કરવા બાબત સંમતિ આપેલ અને મૃતક નાં કિડની, લીવર, પેંક્રિયજ જેવા અંગો નું સરકારના દિશાનિર્દેશ અનુસાર દાન કરી 3 થી વધુ પરિવારો ને જીવન આપવા નું અદભૂત અને અવિસ્મરણીય કાર્ય કરી સમાજ અને દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે તેમના પત્ની ઘરકામ કરીને જીવન નિર્વાહ કરે છે ઓછો ભણેલો પરિવાર હોવા છતાં સમજદારી પૂર્વક સમાજ ને નવી દિશા આપવાનું કામ ઓટો રીક્ષા ચાલકના પરિવારે કર્યું છે જે માટે દરેક ઓટો રીક્ષા ચાલક જ સમગ્ર ગુજરાતના દરેક પરિવારે આ પ્રેરણા લેવી જોઈએ
ભાજપ સત્તા મેળવવા જુના જોગીઓના શરણે ! જાણો કોની ટીકીટ થઇ ફાઇનલ !