જાણવા જેવું
Knowledge: 300ની સ્પીડથી જમીન પર લેન્ડ કરે છે ભારી-ભરખમ વિમાન, છતાં ટાયર કેમ નથી ફાટતા
તમે ડ્રાઇવિંગ કરતી વખતે ટાયર ફાટતા જોયા હશે. જો પ્રેશર ઓછું-વધારે થઈ જાય, તો પણ ટાયર ફાટી જાય છે. ક્યારેક ટાયર ફાટવાને કારણે મોટા-માટા અકસ્માતો પણ સર્જાય છે. એટલું જ નહીં જો વધુ વજન મુકવામાં આવે તો પણ ટાયર ફાટે છે. સાથે જ જો વધુ સ્પીડ હોય તો ઘર્ષણને કારણે ટાયરમાં આગ પણ લાગી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આટલા ભારે ભરખમ વિમાન જમીન પર ઉતરે છે ત્યારે તેના ટાયર કેમ નથી ફાટતા. ખરેખર, આની પાછળ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો કમાલ છે. આવો જાણીએ…
તમે જોયું જ હશે કે જ્યારે પ્લેન હવામાંથી રનવે પર લેન્ડ થાય છે ત્યારે તેના ટાયર ઝડપથી જમીન પર પડી જાય છે. જમીન પર પડ્યા બાદ તે પ્લેનની ઝડપ અને આટલા મોટા પ્લેનના દબાણનો સામનો કરી સરળતાથી આગળ વધી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટાયરોમાં એવું શું ખાસ છે કે તે ફૂટતા નથી? પ્લેનના ટાયર હજારો પાઉન્ડનું વજન અને હાઈ સ્પીડને સંભાળી શકે છે. આ એટલા માટે છે કારણ કે તેને ખાસ રીતે બનાવવામાં આવે છે.
એક તેને મજબુત રીતે બનાવવામાં આવે છે અને બીજું તેમાં નાઈટ્રોજન ગેસ ભરેલો હોય છે, જેનાથી કારણે તેનું મિશ્રણ ઉતરાણ સમયની સ્થિતિમાં પણ અસરકારક હોય છે. આ ટાયર સિન્થેટીક રબરના સંયોજનો સાથે બનાવવામાં આવે છે અને તેને એલ્યુમિનિયમ સ્ટીલ, નાયલોન સાથે જોડવામાં આવે છે. આના કારણે તે ટાયરને મજબૂત બનાવવાનું કામ કરે છે અને તે ખૂબ દબાણ પછી પણ ફાટતા નથી.
વિમાનના ટાયર ટ્રકના ટાયર કરતાં બમણા અને કારના ટાયર કરતાં છ ગણા વધુ ફૂલેલા હોય છે. આનું કારણ એ છે કે દબાણ જેટલું વધારે, ટાયર તેટલું જ મજબૂત અને વિમાનને ટેકો આપવા માટે તે વધુ તાકાત ધરાવે છે. તેને બનાવતી વખતે એરક્રાફ્ટના આધારે તેમના કદ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે.
તેની સાથે તેમાં એક ખાસ પ્રકારની હવા ભરાય છે, જેને નાઈટ્રોજન ગેસ કહેવામાં આવે છે. વિમાનના ટાયર નાઈટ્રોજનથી ભરેલા હોય છે. નાઈટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે, તેથી તેના પર ઉંચા તાપમાન અને દબાણના ફેરફારોની અસર ઓછી થાય છે.