એન્ટરટેનમેન્ટ
કિમ શર્મા અને લિયેન્ડર પેસ સબંધોને આપશે દસ્તાવેજી સ્વરુપ- એટલે કે કરશે કરી શકે કોર્ટ મેરેજ
કિમ શર્મા અને લિયેન્ડર પેસ સબંધોને આપશે દસ્તાવેજી સ્વરુપ- એટલે કે કરશે કરી શકે કોર્ટ મેરેજ
– લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે
મુંબઇ : છેલ્લો થોડા સમયથી કિમ શર્મા અને ટેનિસ સ્ટાર લિએન્ડ પેસના સંબંધની ચર્ચા છે. બન્ને વારંવાર વેકેશનનો આનંદ સાથે માણતા હતા તેમજ તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શેર કરતા હતા. ગયા વરસે પણ ન્યૂ ઇયર પહેલા બન્નેએ એકબીજાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. હવે જણાઇ રહ્યું છે કે, કિમ અને લિએન્ડર જલદી જ પોતાના સંબંધને આગળ વધારીને લગ્ન કરી લેશે.
સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આ પ્રેમીપંખીડા જલદી જ કોર્ટ મેરેજ કરી લેશે.કહેવાય છે કે, કિમ અને લિએન્ડરના પેરન્ટસે તેમના લગ્ન બાબતે ચર્ચા કરી હતી. તેમણે કિમના બાંદરાના ઘરમાં મુલાકાત કરી હતી. જ્યાં યુગલના લગ્નની વાતને વેગ આપવામાં આવ્યો છે. જોકે હજી સત્તાવાર રીતે આ લગ્ન વિશે જણાવામાં આવ્યું નથી.
જો આમ થશે તો કિમના આ બીજા લગ્ન હશે. કિમ આ પહેલા હર્ષવર્ધન રાણે સાથે ડેટ કરી રહી હતી. કિમે ૨૦૧૦માં અલી પૂંજા સાથે લગ્ન કર્યા હતા. લિએન્ડર પેસ અને મહિમા ચૌધરીના સંબંધો જગજાહેર છે. જ્યારે સંજય દત્તની ભૂતપૂર્વ પત્ની રિયા પિલ્લઇ સાથે પણ લિયેન્ડરના ગાઢ સંબંધો હતો. બન્ને લિવ ઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા જેનાથી તેમને ત્યાં ૨૦૦૫માં એક પુત્રીનો જન્મ થયો હતો.