એન્ટરટેનમેન્ટ
હિન્દી ફિલ્મોને કમાણીમાં પછાડતી કેજીએફ-2
હિન્દી ફિલ્મોને કમાણીમાં પછાડતી કેજીએફ-2
જીએફ ચેપ્ટર ટુનાં હિંદી વર્ઝનએ કમાણીમાં આમિર ખાનના દંગલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ હિંદી સિનેમાના ઈતિહાસમાં સર્વાધિક કમાણી કરનારી બે ટોચની ફિલ્મોમાં હવે તેલુગુ અને કન્નડમાંથી હિંદીમાં ડબ થયેલી ફિલ્મોનો જ સમાાવેશ થાય છે. બોલીવુડ માટે આમ નીચાજોણુંની સ્થિતિ સર્જાઈ છે.
અત્યાર સુધી સર્વાધિક કમાણી કરનારી હિંદી ફિલ્મોમાં બાહુબલિ ટૂ 510.99 કરોડ સાથે ટોપ પર છે. તેના પછી બીજો નંબર આમિર ખાનની દંગલનો છે જેણે 387.38 કરોડની કમાણી કરી છે. હવે દંગલને ત્રીજાં સ્થાને ધકેલી કેજીએફ ટૂ બીજાં સ્થાને આવી ગઈ છે. કેજીએફ ટૂના હિંદી વર્ઝનની કમાણી 391.65 કરોડ થઈ ચુકી છે.
જોકે, બોલિવુડ એવું આશ્વવાસન લઈ શકે છે કે વર્લ્ડવાઈડ કમાણીની રીતે 2024 કરોડ સાથે દંગલ હજુ પણ ટોપ પર છે. બાહુબલિ ટૂની વર્લ્ડવાઈડ કમાણી 1810 કરોડની થઈ છે. કેજીએફ ચેપ્ટર ટૂ હજુ 1056 કરોડ સાથે વર્લ્ડવાઈડ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં ચોથા સ્થાને છે. આ યાદીમાં આરઆરઆર 1122 કરોડ ની વર્લ્ડવાઈડ કમાણી સાથે ત્રીજાં સ્થાને છે.