અલગ અલગ પાર્ટી અને સામાજિક ક્ષેત્રે કામ કરનાર આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
2007 અને 2012માં કોંગ્રેસ પાર્ટીનાં શહેરા વિધાનસભાના ઉમેદવાર તખ્તસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી
કોંગ્રેસમાંથી 2017થી 2022માં બહુચરાજીનાં પ્રભારી રહી ચૂકેલા ચૂનીભાઇ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી
ભાજપના સાણંદ નગરપાલિકાનાં કોર્પોરેટર સવિતાબેન વાણીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના, ગુજરાત પ્રદેશનાં સહ કન્વીનર જગદીશભાઇ ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાયા. : ઇસુદાન ગઢવી
સાણંદ શહેરનાં પૂર્વ NSUI પ્રમુખ વૃશાંક વાણીયા કેજરીવાલજીની કામની રાજનીતિથી પ્રભાવિત થઇને ‘આપ’માં જોડાયા.: ઇસુદાન ગઢવી
કેજરીવાલની દિલ્લી અને પંજાબની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ આજે વિશ્વભરમાં વખણાય છે :ચૂનીભાઇ પટેલ
ગુજરાતમાં પણ દિલ્લી અને પંજાબ જેવી પ્રગતિ થાય તે માટે આમ આદમી પાર્ટીનાં સૈનિક બન્યા છીએ : તખ્તસિંહ સોલંકી
સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ચરણસીમા પર પહોંચી ગઇ છે : જગદીશભાઇ ચાવડા
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું કે,અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિથી પ્રેરાઇને ચૂનીભાઇ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. છેલ્લા 15 વર્ષ સુધી બાયડમાં તાલુકા પંચાયતમાં વિવિધ હોદ્દા પર રહ્યા હતા. કોંગ્રેસમાંથી 2017થી 2022માં પણ બહુચરાજીનાં પ્રભારી પણ રહી ચૂક્યા છે. 2012માં અપક્ષ વિધાનસભા બાયડમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમણે 30000થી વધુ મતો તેમણે મેળવ્યા હતા. તેઓ સહકારી સેવા મંડળીનાં ચેરમેન રહી ચૂક્યા છે તથા સાથે સાથે APMC બાયડનાં સભ્ય પણ રહ્યા છે.
પંચમહાલ ક્ષેત્રની શહેરા વિધાનસભાના તખ્તસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તેઓ વર્ષોથી રાજનીતિમાં છે તેમણે ખૂબ સમાજસેવા કરી છે. 1982થી કોંગ્રેસમાં જોડાયેલા હતા. 2007 અને 2012માં તેઓ શહેરા વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા ચૂંટણી વર્ષ 2007માં તેમણે 45602 મતો અને વર્ષ 2012માં 47,743 મતો મેળવ્યા હતા.
ભાજપ ના સદસ્ય નગરપાલિકા સાણંદનાં સવિતાબેન વાણીયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તેઓ હાલ ભાજપનાં સાણંદ મહાનગરપાલીકાનાં હાલનાં કાર્યરત કોર્પોરેટર છે. ત્રણ ટર્મથી એમનો પરીવાર સાણંદ નગરપાલિકામાં કોર્પોરેટ રહી ચૂક્યો છે, તેઓ અરવિંદ કેજરીવાલની નીતિઓથી પ્રેરાઇથી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ગુજરાત પ્રદેશનાં સહ કન્વીનર જગદીશભાઇ ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. વર્ષ 2017થી તેઓએ સંગઠનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ઓફિસરની નોકરીમાંથી રાજીનામુ આપીને, સતત આંદોલનો કર્યા. તેઓ યુવાનો માટે લડ્યા છે, બેરોજગારો માટે લડ્યા છે, ખેડૂતો માટે લડ્યા છે. સમાજ અત્યાર સુધી તેઓ કોઇ પોલીટીકલ પાર્ટીમાં જોડાયા નહોતા. આજે વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
સાણંદ શહેરનાં પૂર્વ NSUI પ્રમુખ વૃશાંક વાણીયા પણ અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિથી પ્રભાવિત થઇને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીનાં નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ચૂનીભાઇ પટેલ, તખ્તસિંહ સોલંકી, સવિતાબેન વાણીયા, જગદીશભાઇ ચાવડા અને વૃશાંક વાણીયાનું ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોડાવવા બદલ સ્વાગત કર્યું હતુ.
આ અંગે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તખ્તસિંહ સોલંકીએ કહ્યું, આજે સમગ્ર ગુજરાતમાં અને દિલ્લી-પંજાબમાં કેજરીવાલજીનાં નેતૃત્વમાં દિલ્લી અને પંજાબની આમ જનતાને આરોગ્ય, વીજળી, શિક્ષણ આપી અને છેક છેવાડાનાં આમ આદમીને પ્રોત્સાહિત કરીને બંને રાજ્યોમાં પ્રગતિ કરી છે. ગુજરાતમાં પણ આ પ્રગતિ થાય તે માટે આમ આદમી પાર્ટીનાં સૈનિક બન્યા છીએ.
આ અંગે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ચૂનીભાઇ પટેલે કહ્યું, માનનીય કેજરીવાલ સાહેબની દિલ્લી અને પંજાબની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ આજે વિશ્વભરમાં વખણાય છે અને મનિષ સિસોદિયાજી ની પણ વિવિધ જનતા લક્ષી, ખેડૂતોલક્ષી, યુવાનલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓથી આકર્ષિત થઇને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું જેની હું સહર્ષ લાગણી અનુભવું છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે માટે તમામ પ્રયત્નો કરી અને કેજરીવાલજીનું સમગ્ર ભારતમાં પ્રભુત્વ સ્થપાય તેવા ઉદ્દેશ્ય સાથે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. જેનું મને ગૌરવ છે.
આ અંગે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જગદીશભાઇ ચાવડાએ કહ્યું,સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ચરણસીમા પર પહોંચી ગઇ છે. ગુજરાતની અંદર બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ જોઇને લાઇલાજ બની રહ્યા છે. ત્યારે સમગ્ર ભારતમાં માત્ર એક વિકલ્પ સમાન મને કોઇ લાગી રહ્યું હોય તો એકમાત્ર આમ આદમી પાર્ટી. અરવિંદ કેજરીવાલજીનાં કાર્યોથી પ્રેરીત થઇને, એમનું દિલ્લી મોડલમાં એમનાં શૈક્ષણિક મોડલ જોઇને, પાર્ટીનાં મંત્રીને ભ્રષ્ટ્રાચારને કારણે જેલમાં મોકલી દીધા. આ કામગીરીને પગલે આમ આદમી પાર્ટીમાં જોડાઉં છું. ઇસુદાન ગઢવી અને ગોપાલભાઇ ઇટાલિયાનાં નેતૃત્વ હેઠળ જે પણ કામગીરી મળશે તેમાં કામ કરશું. જે પણ આ દેશ કે રાજ્યમાં જનતાની સેવા કરવા માંગે છે એમણે આમ આદમી પાર્ટીમાં જોડાવવું જોઇએ.