ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની જાહેરાત થવાની તૈયારીઓ છે ત્યારે રાજય ની ભાજપ સરકારે યુવાનો ને આર્કષવા માટે ગુજરાત યુવક સાંસ્કૃતિક બોર્ડ ના ચેરમેન તરીકે કૌશલ દવે ની નિમણુંક કરી દેવામાં આવી છે સાથે સાથે જિલ્લા લેવલે કોઓર્ડીનેટર ની નિમણુંક કરી દેવામાં આવી છે ત્યારે રાજય સરકાર દ્વારા બાકી ના બોર્ડ નિગમોમા પણ કાર્યકર્તાઓની નિમણુંક કરી દેવામાં આવશે એ માટે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા અને શહેર સંગઠન પાસે થી બોર્ડ નિગમ ને લાયક કાર્યકરો ના બાયોડેટા મંગાવી લેવામાં આવ્યા છેજેમાંથી બોર્ડ નિગમ માં કાર્યકરો ને બોર્ડ નિગમ માં નિમણુંક આપી દેવામાં આવશે