કામદાર મિત્રો માટે કર્મયોગી રથ બસ સેવા શરૂ કરતા કર્મશીલ વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશભાઈ મોદી
રાજય ની સૌથી મોટી ગણાતી વાપી જી આઈ ડી સી માં કામ કરતા કામદારો ને અવરજવર કરવામાં તકલીફ ના પડે તે માટે વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી એ કર્મયોગી રથ શરૂ કરવા નો નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્યની સૌથી મોટી જીઆઇડીસી વાપી ખાતે કામ કરતા કામદાર મિત્રો માટે કર્મયોગી રથ બસ સેવા ના છ રૂટ અને 34 ટ્રીપોનો પ્રારંભ વલસાડ વિભાગના સહયોગથી કરાવેલ છે જેનો લાભ વાપી જીઆઇડીસી આજુબાજુના 54 ગામોને મળવા પામશે. દરેક જિલ્લામાં કાર્યરત જીઆઇડીસીમાં જે ખાનગી કંપનીઓ પાસે પોતાની ખાનગી બસ ન હોવાના કારણે તથા કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને ખાનગી પરિવહન સેવા ઉપલબ્ધ નથી થઈ શકતી તે તમામ માટે જીઆઇડીસીના કર્મયોગીઓની માંગ મુજબ યોગ્ય નવા રૂટ શરૂ કરાશે અને ઉત્તમમાં ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવામાં ગુજરાત એસટી હંમેશની જેમ અગ્રસર રહેશે.