ગુજરાત

કપડવંજ ને હેરિટેજ સીટી જાહેર કરો કપિલ ઠાકર

Published

on

કપડવંજ ને હેરિટેજ સીટી જાહેર કરો કપિલ ઠાકર

આવો, એક ચાય, વતનનાં વારસાને ઉજાગર કરવા માટે…
મિત્રો સાથે ચાય પીવી અને આખા ગામ-દેશની ચર્ચા કરવી એ અલગ જ મજા છે અને એમાં પણ જ્યારે ટીમ અતુલ્ય વારસો દ્વારા ચાય પીવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોય એટલે બે વાત નક્કી જ હોય કે એક તો મળવા વાળા સૌ મિત્રો હેરિટેજ પ્રેમીઓ હશે અને બીજું કે મળવાનું સ્થળ રાજ્યમાં ગમે ત્યાં હોય પણ હેરિટેજ સ્થાન હશે. આ જ હેતુસર ગઈ કાલે હેરિટેજ પ્રેમીઓનું એક નાનકડું ગૃપ હેરિટેજ શહેર કપડવંજ ખાતે મળ્યું. સોલંકી કાલીન શિવ કુંડમાં કિર્તી તોરણનાં સાંનિધ્યમાં કપડવંજને હેરિટેજ શહેર તરીકે વિકાસ કરવાની બાબતો એ ચર્ચા કરવા સૌ મિત્રો મળ્યા અને ચિત્રકાર મિત્રો દ્વારા નગરને કળા દ્વારા કઈ રીતે શણગારવું તે બાબત રજુ કરી, આર્કિટેક્ટ મિત્રોએ વિશ્વ વિરાસત શહેર એવું અમદાવાદને આ નગર સાથે સરખાવી કઈ રીતે આગામી આયોજન કરવા તેની બાબત રજુ કરી, શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા કપડવંજ કેળવણી મંડળ સમગ્ર પ્રોજેક્ટને સહયોગ કરી સ્થાનિક સ્તરે પોતાની શ્રેષ્ઠ જવાબદારી નિભાવવાનો રોલ અદા કરી રહી છે. શહેરનો દાણી પરિવાર જે વર્ષોથી પોતાના વતનનીમાંથી દુર વસવાટ કરે છે તેમ છતાં તે પરિવારની યુવા પેઢી પોતાના શહેરનો વારસો ઉજાગર કરવા કટિબધ છે અને જરૂરીયાત મુજબની આર્થિક સહકાર આપવાની કામગીરી નિભાવી રહી છે. આ જ પધ્ધતિ દરેક શહેરમાં અને ગામમાં વારસાને ઉજાગર કરવા હાથ ધરાય તે આવકાર્ય છે. પોતાના વતન માટે વતનનો વ્યક્તિ ભલે વિશ્વનાં કોઈ પણ ખૂણે વસવાટ કરતો હોય પણ એક નાનું કદમ પણ જો ભરશે તો તેનું વતન વિશ્વનાં શ્રેષ્ઠત્તમ વારસે મઢ્યા નગર/ગામ તરીકે વિકાસ પામી શકે તે હકીકત છે અને આ જ બાબત ટી પાર્ટીમાં ચર્ચા કરવામાં આવી અને તેમાં કપડવંજ ઉદાહરણ તરીકે નામાંકિત થશે તેવી આશા વ્યકત કરવામાં આવી. – કપિલ ઠાકર, અતુલ્ય વારસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version