કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર કોમેડી કિંગ કપિલ શર્માથી ચાહકો નારાજ થયા છે અને ટ્વિટર પર કપિલ પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે. ‘ધ કપિલ શર્મા શો’ ટ્વિટર પર જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે. લોકો કપિલના શોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો
હકિકતમાં, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જ્યારથી ટ્રેલર સામે આવ્યું છે ત્યારથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના સંઘર્ષને બતાવવામાં આવ્યો છે. જ્યારે એક ચાહકે વિવેક અગ્નિહોત્રીને પૂછ્યું કે તેમણે ‘ધ કપિલ શર્મા શો’ પર તેમની ફિલ્મનું પ્રમોશન કરવું જોઈએ, તો તેમણે જવાબ આપ્યો કે ‘કપિલ શર્માના શો’માં કોણ આવી શકે તે હું નક્કી કરતો નથી. ત્યારથી મામલો વણસ્યો છે.
‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું પ્રમોશનથી ઈન્કાર
વિવેક અગ્નિહોત્રીએ ફેન્સની ટિપ્પણીનો જવાબ આપતા જણાવ્યું કે, કપિલ અને નિર્માતા નક્કી કરે છે કે કપિલના શોમાં કોણ જશે. અમારી ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર્સ નથી. કદાચ તેથી જ પ્રમોશન માટે ઈન્કાર કરવામાં આવ્યો હોય.
ટ્વિટર પર ‘ધ કપિલ શર્મા શો’ ટ્રેન્ડ કરી રહ્યો છે
વિવેક અગ્નિહોત્રીના દાવા બાદ સોશિયલ મીડિયા પર કપિલ શર્માનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોમેડિયન કપિલ શર્મા ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યો છે. આટલું જ નહીં યુઝર્સ શોનો બહિષ્કાર કરવાની પણ માંગ કરી રહ્યા છે. ખૂબ જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મુદ્દાને ઉઠાવતી આ ફિલ્મનું પ્રમોશન ન કરવાને કારણે કેટલાક લોકો નારાજ થયા છે. જેના કારણે કપિલ હવે શરમ અનુભવી રહ્યો છે.
નોન સ્ટાર્ટર ડાયરેક્ટર્સને સન્માન મળતું નથી
વિવેક અગ્નિહોત્રીએ એમ પણ કહ્યું કે, બોલિવૂડમાં અન્યોની જેમ નોન-સ્ટાર્ટર ડિરેક્ટર, લેખક અને સારા કલાકારોનું સન્માન નથી થતું. તમને જણાવી દઈએ કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.