જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા : પાર્ટીના સંયોજક અરવિંદજી કેજરીવાલેજી એ ખેસ પહેરાવી સન્માનિત કર્યા
– કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ભાજપમાં ભૂકંપ
– ભાજપ તરફથી મેયર પદે રહી ચૂક્યા છે કનકસિંહ જાડેજા*
જામનગર / ગુજરાત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોક ચાહના દિનપ્રતિદિન વધી રહી છે અને ગુજરાત ના જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો તેમજ રાજકીય-સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાવું અન્ય પક્ષ કરતાં વધારે સન્માનજનક માની રહ્યા છે
આમ આદમી પાર્ટી માં જોડાવું અને તેના વિચારો થી દેશમાં બદલાવ લાવી દેશની પ્રગતિ માં ભાગીદાર બનવા માટે હાલના સમયમાં લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે અને એટલું જ નહીં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે તન મન ધનથી પાર્ટી ને સેવા આપવા ઉત્કૃષ્ટ છે
ગત શનિવાર તારીખ 6 ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગર ખાતે વેપારી સાથે નો એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે વેપારીઓને પડતી મુશ્કેલી અને દેશની પ્રગતિ માટે કયા પ્રકારના ફેરફાર કરવાથી વેપાર-ધંધા વિકસી શકે તે અંગેના પ્રશ્નો જાણ્યા હતા અને તેને નિવારણ કરવા માટેના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી
આ કાર્યક્રમમાં તેઓને વેપારીઓને પાંચ ગેરંટી પણ આપી હતી અને પોતાની એક અલગ જ છાપ રાજકીય વ્યક્તિ કરતા દેશભક્ત મુખ્યમંત્રી તરીકેની છાપ તેમના પર અંકિત કરી હતી અને લોકો તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા
આ કાર્યક્રમ બાદ જામનગર શહેર ના પૂર્વ મેયર તેમજ જુના પીઢ રાજકારણી કહી શકાય તેવા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીની વિચારધારા પ્રભાવિત થયા હતા જેમને શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર ની દરમિયાનગીરીથી આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવ્યા હતા તેમને રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીમાં આવકાર્યા હતા અને તેમને ખેસ ટોપી પહેરાવી સન્માનિત કર્યા હતા આમ કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા છે
કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટી સાથે જોડાવાથી રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને હવે આમ આદમી પાર્ટી પણ જામનગર શહેરમાં તીવ્ર ગતિથી જે લોકચાહના મેળવી રહી હતી તેમાં બમણી ગતિથી વધારો થશે અને કનકસિંહ જાડેજા ના સમર્થકો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ પાર્ટીની મજબૂતી વધારશે
અત્રે ઉલ્લેખનીય છે કે કનકસિંહ જાડેજા જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટી તરફથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દા મેયર રહી ચૂક્યા છે જેથી ભારતીય જનતા પાર્ટીમાં ભૂચાલ મચી જવા પામ્યો છે
આમ જામનગર ખાતે આમ આદમી પાર્ટીમાં સર્વપ્રથમ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર અને અનેક વખત કોર્પોરેટર રહી ચૂકેલા કરસન ભાઈ કરમુર આદમી પાર્ટી સાથે જોડાયા હતા ત્યારથી જામનગરમાં આમ આદમી પાર્ટીમાં દિનપ્રતિદિન અનેક લોકો જોડાતા પાર્ટીની મજબૂતીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો હતો તેવામાં વધુ એક ભાજપમાંથી પૂર્વ મેયર અને અનેક વખત કોર્પોરેટર રહી ચૂકેલા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટી સાથે જોડાતા પાર્ટીની કાર્યશક્તિ બમણી થઇ છે એકને એક બે નહીં ને એક ને એક ૧૧ આ બંને ક રાશિના લોકપ્રિય નેતા પાર્ટી માટે સાબિત થઈ રહ્યા છે
આમ જામનગરમાં આમ આદમી પાર્ટીને વધુ એક મજબૂત અને પીઢ રાજકીય નેતા મળવાથી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહની લાગણી વ્યાપી છે
ખાસ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી સાથે ગત શનિવારના રોજ અસંખ્ય લોકો જોડાવવા ઇચ્છતા પરંતુ આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદજી કેજરીવાલ ના કાર્યક્રમ સમય મર્યાદા ને ધ્યાન માં રાખી અન્ય કેટલાક લોકોને જોડવા ની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે ફરી વખત ના કાર્યક્રમમાં જામનગરના કેટલાક મોટા માથાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાનાર છે