ગાંધીનગર
કૈલાશવાસીઓ સુરક્ષિત
કૈલાશવાસીઓ સુરક્ષિત
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ને ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ માન. રાહત કમિશનર મારફત મળેલ સુચના અનુસાર ઉત્તરાખંડ ખાતે પિથોરગઢ જિલ્લામાં આવેલ કુમાઉં મંડલ વિકાસ નિગમ કેમ્પ, ગુંજી ખાતે આદિ કૈલાશ યાત્રા પર ગયેલ અંદાજિત ૩૫ થી ૪૦ ગુજરાતી પ્રવાસીઓ ગયેલ જે બાબતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી આ બાબતે પરિસ્થિતિ અંગે પિથોરગઢ જિલ્લાના ડિઝાસ્ટર સંબંધિત અધિકારી સાથે સંપર્ક કરવામાં આવતા તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે અને ભોજન, મેડિકલ તેમજ રહેવાની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફક્ત ખરાબ હવામાન તેમજ રોડ બંધ હોવાના લીધે તેઓને નીચે ઉતરવાના વાહનવ્યવહાર હાલ પૂરતા બંધ છે જે એક થી બે દિવસમાં પુનઃ કાર્યરત થયે તમામને સત્વરે સલામત રીતે પરત લઈ આવી શકાશે