અમદાવાદ
જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી
જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી
ફાર્માસિસ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં પ્રમુખ પદે ભાજપ યુવા મોર્ચાના યુથ ડેવલપમેન્ટ સેલના કન્વીનર
ડો. મોન્ટુ પટેલ જીત્યા છે, પણ તેમની જીતે સાબિત કર્યુ છે કે અખિલ વિદ્યાર્થી પરિષદમાં પણ આંતરિક લડાઇ છે,
પરિણામે અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર ગુજરાત ટેક્નોલોજી યુનિ.ના કુલપતિ ડો નવીન શેઠની કારમી હાર થઇ છે,
અને તેમને હરાવનારા સ્વયમ અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદના જ નેતાઓ છે તેમ સુત્રો કહી રહ્યા છે, એટલે કે આર એસ એસની વિદ્યાર્થી
પાંખમાં હવે સંગઠન કરતા સત્તાની લડાઇ સર્વોપરિ બની ગઇ છે,
ડો,નવીન શેઠ
લડાઇ દેખાય છે તેના કરતા મોટી છે,
ફાર્માસિસ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચૂંટણી તાજેતરમાં જ યોજાઇ હતી, જેમા એબીવીપીના સત્તાવાર ઉમેદવાર તરીકે
જીટીયુના કુલપતિ ડો નવીન શેઠને મેન્ડેટ અપાયો હતો, નવીન શેઠ પુર્વ મુખ્યપ્રધાન વિજય ભાઇ રુપાણીના અંગત વિશ્વાસુ માનવામાં આવે છે
જો કે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ડો મોન્ટુ પટેલે અખિલ ભારતિય વિદ્યાર્થિ પરિષદના મેન્ડેટને ફગાવીને પોતે ઉમેદવારી નોધાવી,, તેઓ અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ
છગન પટેલના નજીકના સંબધી માનવામાં આવે છે,, સાથે ભારતિય જનતા પાર્ટીના યુવા મોર્ચામાં ગુજરાતમાં યુથ ડેવલપમેન્ટ સેલના કન્વિનર તરીકે
જવાબદારી સંભાળે છે, મહત્વનુ છે કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર છગન પટેલનો દબ દબો રહ્યો છે, સુત્રોની વાત માનીએ તો
તેમની ઇચ્છા મુજબ પીસીઆઇના હોદ્દેદારો બનતા હોય છે,
DR.MONTU PATEL
પીસીઆઇ માટે પ્રથમ ગુજરાતી તરીકે ડો મોન્ટુ પટેલ ચૂંટાયા
ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ તરીકે ડો મોન્ટુ પટેલને બેસાડવામાં છગન પટેલની ભુમિકા મહત્વની રહી છે,, અને એટલે જ
અખિલ ભારતિય પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે ડો નવીન શેઠ હોવા છતાં ડો મોન્ટુ પટેલે અલગથી પ્રમુખ પદ માટે
ઉમેદવારી નોધાવી, તેઓએ એક વર્ષ દરમિયાન દેશના અનેક રાજ્યોનો પ્રવાસ પણ કર્યો અને વિવિધ રાજ્યો ફાર્મા કાઉન્સિલના
હોદ્દેદારો સાથે સબંધ વધારીને પોતાની તરફેણમાં માહોલ ઉભો કર્યો,. તેમની મહેનત રંગ લાવી અને કાઉન્સિલના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાઇ આવ્યા
તેઓ પ્રથમ ગુજરાતી છે જે ફાર્મા કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા છે,
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !
2022 ઇલેક્શન માટે મોટુ સબક
આમ જે રીતે ડો મોન્ટુ પટેલ યુથ બીજેપીમાં હોવા છતાં તેઓએ અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદના જ સત્તાવાર ઉમેદવારને હરાવી દીધા
જે બતાવે છે કે તેમની પાછળ પણ કોઇ મોટુ રાજકીય પીઠ બળ છે,,જેની સામે અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદનું સંગઠન વામણું
સાબિત થયું, અને યુથ બીજેપીના નેતાની જીત થઇ છે, એટલે કે સંઘના વિદ્યાર્થી પાંખને સંઘના જ રાજનિતિક પાખના યુવા મોર્ચાએ હરાવી
દીધુ છે,,ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી ભાજપ અનેક સિનિયર નેતાઓને માર્ગ દર્શક મંડળમાં મોકલવાની
તૈયારી કરી રહ્યુ છે,ત્યારે એબીવીપી વર્સીસ યુથ બીજેપીની લડાઇ જેમ તેઓ પણ આતરિક રીતે પોતાની રાજકીય તાકાદ બતાવીને
પક્ષના સત્તાવાર ઉમેદવારને ઘરે બેસાડી શકે છે,
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !