જોશ એપ 27મી ફેબ્રુઆરી 2022ના રોજ મનોરંજનથી ભરપૂર ગુજરાતી સેલિબ્રિટી-ઇન્ફ્લુઅન્સર અને ક્રિએટર્સ મીટઅપ યોજી. અમદાવાદમાં પંચામૃત વેડિંગ રિસોર્ટ, એસજી હાઈવે, નિરમા યુનિવર્સિટીની સામે, ગોતા ખાતે યોજાયેલ આ ઇવેન્ટમાં ‘ટેલેન્ટ હન્ટ તથા ફેશન શો’ જેવા વિશેષ કાર્યક્રમ પણ થયા, જ્યાં ગુજરાતની વિવિધ જગ્યાએથી ક્રિએટરોએ આવીને પોતાની પ્રતિભા રજૂ કરી. અહીં ફેશન, કોમેડી, સંગીત, નૃત્ય, સ્ટંટ, લિપસિંક જેવી અનેક પ્રતિભા ધરાવતા ક્રિએટર એકઠા થયા. જેમાંની બેસ્ટ ટેલેન્ટને પણ ખાસ ભેટથી સન્માનિત કરવામાં આવી.
સાથે જ, અમારા કાર્યક્રમમાં ગુજરાતી સિનેમાના નામાંકિત કલાકાર અભિનેત્રી શ્રી મમતા સોની (Mamta Soni), અભિનેતા શ્રી અરવિંદ વેગડા, કોમેડિયન કિશોર કાકા( Kishor Kaka), અભિનેત્રી શ્રી ઝીલ જોશી (Zeel Joshi) , નિકિતા કુમાવત (Nikita Kumawat) બુલેટ રાની ફેમસ ઈનફ્લુઅન્સર પણ હાજર રહીને અમારા ક્રિએટર મિત્રોને પ્રોત્સાહિત કર્યા.
આ ઇવેન્ટની વિશેષતા છે અહીંનું લોકેશન. અહીં આપ પોતાના વિડીયો પણ અવનવી થીમ સાથેના લોકેશનમાં શૂટ કરી શકો છો. જે ડોમની રોયલ થીમ, લવ થીમ જેવી અવનવી થીમ આ ક્રિએટર્સના વીડિયોની શાન બનીને તમારા વીડિયોને વધુ સર્જનાત્મક બનાવ્યા.
આ ઇવેન્ટ જોશ એપનો એક ભાગ છે જે ડેલીહન્ટ( DailyHunt) દ્વારા ભારતની અગ્રણી શોર્ટ વિડીયો એપ છે. જ્યાં આપના મનોરંજન સાથે અનેક વિશેષતાસભર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.