Reliance Jio, Airtel, Vi અને BSNL તેમના ગ્રાહકો માટે ઘણા ડેટા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. મોટાભાગના લોકો ઓછા ખર્ચે વધુ બેનિફિટ્સ મળે એવા પ્લાન્સને શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી વધુ લોકપ્રિય 1.5GB ડેઈલી ડેટા પ્લાન છે. યુઝર્સને એવા પ્લાનની પણ જરૂર છે જે માત્ર સસ્તા જ નથી પરંતુ લાંબા સમયની વેલિડિટી સાથે આવે. બે મુખ્ય ખાનગી ટેલિકોમ કંપની લગભગ સમાન 1.5GB ડેઈલી ડેટા પ્લાન ઓફર કરે છે, પરંતુ લાભો અને ઓફર્સમાં અલગ-અલગ છે.
Jioનો 56 દિવસવાળો પ્લાન
Jio એક મિડ-ટર્મ 1.5 જીબી ડેઈલી ડેટા પ્રીપેડ પ્લાન રજૂ કરે છે. તેમાં 479 રૂપિયાની કિંમત પર 56 દિવસની વેલિડિટી મળે છે. તેમાં યુઝરને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલ અને 100 એસએમએસ/ પ્રતિ દિવસની સાથે આવે છે. આમાં યુઝરને Jio Cinema, Jio TVનું ફ્રી સબ્સ્ક્રિપ્સન પણ મળે છે.
Airtelનો 56 દિવસવાળો પ્લાન
બીજી તરફ, એરટેલનો મિડ-ટર્મ પ્લાન કિંમતના મામલે Jio જેવો જ છે. એરટેલ એક પ્રીપેડ પ્લાન ઓફર કરે છે જેની કિંમત રૂ. 479 છે અને 56 દિવસની માન્યતા અવધિ માટે 1.5GB/દિવસ ઓફર કરે છે. આ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 100 SMS/દિવસ સાથે મોબાઇલ એડિશન Amazon Prime Video ફ્રી ટ્રાયલ અને કેટલાક અન્ય લાભો સાથે આવે છે.
Jioનો પ્લાન કેમ છે શાનદાર?