ટૅક & ઑટો
જિયોએ લોન્ચ કર્યો 30 દિવસની વેલિડિટી વાળો પ્લાન, જાણો એક મહિનાના પ્લાનમાં શુ મળી રહ્યા છે ફાયદા
તમે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ છે. ઘણા વર્ષોની રાહ જોયા બાદ આખરે રિલાયન્સ જિયોએ 30 દિવસ એટલે કે અક મહિનાના પ્રી-પેઈડ પ્લાન લોન્ચ કર્યા છે.
છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોની માગ હતી કે કયા કાયદા હેઠળ ટેલિકોમ કંપનીઓ માટે મહિનો 28 દિવસનો છે. જે મામલે ઘણો વિરોધ થયો હતો.
ત્યાર પછી ટ્રાઈએ તમામ ટેલિકોમ તંપનીઓને તેમના ગ્રાહકો માટે 30 દિવસની વેલિડિટી વાળા પ્લાન લોન્ચ કરવા માટે આદેશ કર્યો હતો.
ત્યારે હવે રિલાયન્સ જિયોએ 30 દિવસની વેલિડિટી વાળો પ્લાન લોન્ચ કર્યો છે. જિઓ આવું કરનાર દેશની પ્રથમ ટેલિકોમ કંપની છે.
JIOના 30 દિવસના પ્લાનના ફાયદા
જિયોએ 30 દિવસના પ્લાનની કિંમત 259 રૂપિયા રાખી છે. આમાં તમને એક આખા મહિનાની વેલડિટી મળશે એટલે કે જો તમે 1 એપ્રિલે રિચાર્જ કરાવો છો તો તમારે આગળનું રિચાર્જ 1મેના રોજ જ કરાવાનું રહેશે.
આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5 GB ડેટા મળશે. આ સિવાય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળશે.
તમે આ પ્લાનને એક જ સમયે ઘણી વખત રિચાર્જ કરી શકો છો. દર મહિનાની વેલિડિટી સમાપ્ત થયા પછી, નવો પ્લાન આપમેળે સક્રિય થઈ જશે. આ પ્લાનમાં પણ અન્ય પ્લાનની જેમ જિયોની તમામ એપ્સ સબસ્ક્રાઈબ કરવામાં આવશે.