ટૅક & ઑટો
Jioએ લૉન્ચ કર્યા નવા Plan, આખું વર્ષ નહીં કરાવવું પડે રિચાર્જ, જાણો કિંમત અને Benefits
થોડા વર્ષોમાં રિલાયન્સ જિયો દેશની નંબર વન પ્રાઈવેટ ટેલિકોમ કંપની બની ગઈ છે. આ સિદ્ધિ પાછળનું કારણ તેના ખૂબ જ સસ્તા રિચાર્જ પ્લાન છે. તમને જણાવી દઈએ કે, Jio એ હાલમાં જ તેના ગ્રાહકો માટે બે નવા શાનદાર પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં ગ્રાહકોને ઓછી કિંમતમાં હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ પ્લાન્સ વિશે બધું જ…
Jioએ લૉન્ચ કર્યા છે નવા પ્લાન્સ
તાજેતરમાં જ રિલાયન્સ જિયોએ બે નવા પ્લાન્સ લૉન્ચ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ બંને ડેટા પ્લાન છે, જે એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન્સ ટેલિકોમ કંપનીએ ‘વર્ક ફ્રોમ હોમ ડેટા પેક્સ’ની કેટેગરીમાં લૉન્ચ કર્યા છે. આ પ્લાન્સને કંપનીની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવ્યા છે.
જિયોનો 2,878 રૂપિયાનો પ્લાન
સૌ પ્રથમ અમે જે વર્ક ફ્રોમ હોમ ડેટા પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત રૂ. 2,878 છે. આ પ્લાનમાં એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે, જે દરમિયાન તમે દરરોજ 2GB હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ લઈ શકો છો. એટલે કે આ પ્લાનમાં તમને કુલ 730GB ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે, જેના ખતમ થયા બાદ ડેટા સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ ડેટા પ્લાન હોવાને કારણે તેમાં કોલિંગ, એસએમએસ કે ઓટીટી બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા નથી.
જિયોએ લૉન્ચ કર્યો વધુ એક પ્લાન
અન્ય એક પ્લાન જે જિયોએ તાજેતરમાં લૉન્ચ કર્યો છે, તે પણ 365 દિવસની એટલે કે એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ 2.5GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે, જેના સમાપ્ત થયા પછી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે. તમને જણાવી દઈએ કે, દરરોજ 2.5GB ડેટા મુજબ તમને આ પ્લાનમાં કુલ 912.5GB ડેટા મળશે. 2,878 રૂપિયાના પ્લાનની જેમ આમાં ડેટા સિવાય અન્ય કોઈ લાભ આપવામાં આવી રહ્યો નથી. આ પ્લાનની કિંમત 2,998 રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે Jioની ‘વર્ક ફ્રોમ હોમ’ કેટેગરીમાં વધુ ત્રણ પ્લાન્સ સામેલ છે, જેની કિંમત 181 રૂપિયા, 241 રૂપિયા અને 301 રૂપિયા છે અને તમામ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. 181 રૂપિયાના પ્લાનમાં તમને 30GB ડેટા, 241 રૂપિયાના પ્લાનમાં 40GB ઇન્ટરનેટ અને 301 રૂપિયાના પ્લાનમાં 50GB ડેટા આપવામાં આવે છે.