અમદાવાદ
અમદાવાદમાં જે સી બીએ જીવ લીધો !કરાઈ દસ લાખની સહાય
અમદાવાદમાં જે સી બીએ જીવ લીધો !
અમદાવાદના અનુપમ કાંકરિયા બ્રિજ નજીક દિવાલ ધરાસાઇ -પિતા પુત્રીના મોત
દેશભરમાં જે બુલડોઝર અસમાજીક તત્વો સામે દંડનો પ્રતિક બની ગયો છે,, તે જ બુલડોઝરથી અમદાવાદમાં એક પરિવારમાં માતમ છવાઇ ગયો છે
બુલડોઝરના ડ્રાયવરના ગફલતના કારણે એક પિતા અને દોઢ વર્ષની તેની પુત્રીનો મોત થયુ છે, પરિણામે અમદાવાદના અનુપમ સિનેમા વિસ્તારના
રહીશોમાં રોષની લાગણી ફેલાઇ છે,
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
અમદાવાદનો અનુપમ સિનેમા વિસ્તારથી કાંકરિયાને જોડતો બ્રિજ ,,છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે,,જેના કારણે બ્રિજ બનાવામાં વિલંબ થઇ રહ્યો છે
ત્યારે તેનુ જ કામકાજ ચલાતુ હતું તે દરમિયાન બુલડોઝર ચાલક કામ કરી રહ્યો હતો, તે દરમિયાન દિવાલની બીજી તરફ સલાટ પરિવાર પોતાના નાના બાળકો સાથે
આરામ કરી રહ્યો હતો, તેવામાં બુલડોઝર ચાલકે કોઇ પણ ચેતવણી આપ્યા વગર દિવાલ પાડી દીધો,, જેના કારણે તેમાં પ્રકાશ નામનો યુવાન અને તેની બે વરસની પુત્રી સીમા
દટાઇ ગયા, તેઓ ગંભીર થઇ ગયા ,તેમને સ્થાનિકોએ 108 બોલાવીને એલ જી મોકલી દીધુ,, જ્યાં તબીબોએ બન્નેને મૃત ઘોષિત કર્યા હતા.અહીથી જેસીબી ચાલક ફરાર થઇ ગયા છે
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !
મૃતક ના માતા પિતાએ આના માટે બુલડોઝર ચાલકને જ જવાબદારણ ગણ્યો છે,, કારણ તેમના ઘરના બે બે ચિરાગ બુઝાઇ ગયા,,ત્યારે અહી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ દોડી આવ્યા હતા
તેઓએ આના માટે કોર્પોરેશન અને તંત્ર ઉપર ફિટકાર વરસાવી છે,મહત્વની વાત એ છે કે આટલી મોટી ઘટના બનવા છતાં કોર્પોરેશન કે સત્તા પક્ષના કોઇ પણ અધિકારી કે પદાધિકારીઓ
ઘટના સ્થળે પહોચ્યા નથી તે અંગે પણ સ્થાનિકોએ દુખ વ્યક્ત કર્યુ હતું,
મૃતકોને 5 -5 લાખની સહાય અપાશે- હિતેશ બારોટ
અમદાવાદ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશ ભાઇ બારોટે અંબિકા બ્રિજ પાસે પિતા પુત્રીના મોત બાબતે બનેલી ઘટના માટે દુખ વ્યક્ત કર્યુ છે અને જણાવ્યુ છે કે
રણજીત બિલકોન નામના કોન્ટ્રાક્ટરના ડ્રાયવરની બેદરકારીના કારણે દુર્ધટના ધટી છે,, પરિણામે માનવતાના ધોરણે આ કોન્ટ્રાક્ટર દ્વારા મૃતકના પરિવારનોને 5-5 લાખ રુપિયા સહાય આપવામાં આવશે,