જંબુસર બેઠક પરથી ડી કે સ્વામીને ઉતારતા જંગ રસપ્રદ બનશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોના નામો ની જાહેરાત કરી દીધી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી કે સ્વામીને આ વખતે ભાજપે જંબુસર બેઠક પરથી ઉતાર્યા છે જે સૌ કોઈ માટે ચોંકાવનારી ઘટના છે.. ભગવાં વસ્ત્રો, ગળામાં માળા અને કપાળ પર તિલક લગાવતા સ્વામિનારાયણના સંત ડીકે સ્વામીને જંબુસર બેઠક પરથી ભાજપે રણસંગ્રામમાં ઉતાર્યા છે.
દક્ષિણ ગુજરાત માં ભાજપે આદિવાસી વિસ્તારોની તમામ બેઠકો જીતવા માટે અલગ પ્રકારની રણનીતિ બનાવી છે .આમોદના નાહિયેર ગુરુકુળના સંત અને ભરૂચ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના સંચાલક ડીકે સ્વામીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના ખુબજ અંગત હોવાનું માનવામાં આવે છે.તેઓ બાલ્ય અવસ્થામાં જ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી તેઓ દીક્ષા દરમ્યાન દેવકિશોરજી સાધુ નામના રાખવામાં આવ્યું હતું .તેઓ ડીકે સ્વામી ના ટૂંકા નામથી ઓળખાય છે.તેઓ વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છેત્યારે આ બાબતે તેમની સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ પર ભાજપે વિશ્વાસ મુક્યો છે ત્યારે તેને તેઓ સાર્થક કરશે..અત્યારે ભલે આ બેઠક કોંગ્રેસ પાસે હોય તેઓ ચોક્કસ તેમના કામના આધારે આ બેઠક પરથી ચૂંટણી જીતશે,,ત્યારે નોંધનીય છે કે આ બેઠક પર કોંગ્રેસના સંજય સોલંકી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે..