અમદાવાદ

આપ અને ભાજપ વચ્ચે જામતુ ટ્ટીટર યુધ્ધ ! કોગ્રેસ થઇ સાઇડ ટ્રેક !

Published

on

 

 

આપ અને ભાજપ વચ્ચે જામતુ ટ્ટીટર યુધ્ધ ! કોગ્રેસ થઇ સાઇડ ટ્રેક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારને લઇને ભાજપ કોગ્રેસની સાથે આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે તેમ લાગી રહ્યુ છે
આમ આદમી પાર્ટી જે રીતે પંજાબમાં જીતી છે, ત્યારે ગુજરાતમાં ભાજપને ટક્કર આપનારી પાર્ટી કોગ્રેસ નહી પણ આપ હશે તેવો આભાષ
સો,મિડીયામાં થઇ રહ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે ભાજપ અને આપ વચ્ચે ટ્વીટર યુધ્ધ જામ્યો છે, તેનાથી લાગે છે કે કોગ્રેસ હવે સાઇડ ટ્રેક થઇ ગઇ છે
બીજેપી આપના મોહલ્લા ક્લીનિક અને શિક્ષણ ઉપર સવાલ ઉઠાવી રહી છે,, તો આપના નેતાઓ દિલ્હી વિધાનસભામાં ગુજરાત મોડેલનુ પોલ ખોલી રહ્યા છે સાથે તે વિડીયો ટ્ટીટર
પર ખુબ જોવાઇ રહ્યુ છે,

ગુજરાત કોગ્રેસના 20 ધારાસભ્યો ભાજપના ટાર્ગેટ પર !

Advertisement

ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ,મણીપુર અને ગોવામાં જે રીતે ભાજપાએ ઇલેક્શનમાં જીત હાસલ કરી છે,તેનાથી સમગ્ર દેશમાં ભાજપના નેતાઓમાં ઉત્સાહ છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પંજાબ જીતીને
ગુજરાત જીતવાની રણનિતી સાથે પ્રચાર અભિયાનમાં લાગી ગયા છે,, ગુજરાત આપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે, જ્યારે પાચેય રાજ્યમાં ભુંડી હાર બાદ કોગ્રેસને જાણે સાપ સુંધી ગયુ હોય તેવો
ઘાટ સર્જાયો છે, સાથે કોગ્રેસ છેલ્લા 3 દાયકાઓથી ગુજરાતમાં નથી,,જેથી તેનુ સંગઠન પણ ગુજરાતાં નબળુ પડ્યુ છે, કોગ્રેસ ગુજરાતમાં સરકાર વિરોધી મુદ્દાઓ તો ઉપાડી રહી છે,પણ જોઇએ તેટલો
જનસમર્થન મળતુ નથી, કોગ્રેસના ધારાસભ્યો જે રીતે વારં વાર તુટીને ભાજપમાં જાય છે તેનાથી કોગ્રેસમાં એક જોડે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ સર્જાઇ છે.ત્યારે આખી લડાઇ ભાજપ વર્સીસ આપની હોય તેમ લાગી રહ્યુ છે
એટલે જે સો. મિડીયા ઉપર આપ અને ભાજપની લડાઇ તેજ બની છે

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

Advertisement

 

Advertisement
Advertisement

ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !

 

સોં, મિડીયામાં લડાઇની શરુઆત ભાજપે કરી,

23 માર્ચે સૌથી પહેલા ભાજપની સોશીયલ મિડીયા ટીમે કેજરીવાલના શિક્ષણ મોડેલ ઉપર સવાલ ઉભા કર્યા અને એક પછી એક ટ્ટીટ કર્યા,,તેના પછી મનિષ સિસોદીયાએ વળતો પ્રહાર કર્યો
અને ચર્ચા કરવા માટે ટ્ટીટ કર્યુ,, તેનો જવાબ 24 પછી જીતુ વાધાણીએ આપ્યુ,, પણ ચર્ચા કરવા માટે તૈયાર ન થયા, તે પછી જીતુ વાધાણીને ખુલ્લો આમંત્રણ અપાયુ કે તેઓ દિલ્હીની
કોઇ પણ શાળામાં આવીને ચેકિંગ કરી શકે છે, તેનો જવાબ હવે ગુજરાત ભાજપના ટ્ટીટર હેન્ડલ ઉપરથી અપાયો,, ભાજપે દિલ્હીની મોહલ્લા ક્લીનિક અને શિક્ષા મોડેલના
વિડીયો મુક્યા, તો દિલ્હીની વિધાનસભામાં ગુજરાત શિક્ષા મોડેલ ઉપર સવાલો ઉભા કરાયા આમાં ભાજપ અને આપ વચ્ચે ટ્ટીટર યુધ્ધ શરુ થઇ ગયો છે,
અને જેમ જેમ ઇલેક્શન નજીક આવશે તેમ તેમ આ યુધ્ધ વધુ તેજ બનશે તેમ લાગી રહ્યુ છે,

 

આપ આઇટી સેલમાં તૈયાર કરી રહી છે યુવાનોની ફોજ

Advertisement

સુત્રોની માનીએ તો ભાજપે પોતાની સોશિયલ મિડીયા ટીમને ખાસ આપની ખામીઓ શોધવા માટે કામે લગાડ્યા છે,, કોઇ પણ ભુલ કેજરીવાલ કે તેમની ટીમ કરે તો તાત્કાલિક ઉજાગર કરવાના
આદેશ અપાયા છે, તે સિવાય ગુજરાતમાં ખાસ કરીને યુવા મતદારોમાં કઇ રીતે આપની છાપ ખરડાઇ શકે,, જેથી ભાજપની આઇટી ટીમ કામે લાગી ગઇ છે, તો બીજી તરફ
આપની આઇટી ટીમ પણ સતત ગુજરાત સરકારની કામગીરી ઉપર વોચ રાખી રહી છે,, જેના માટે આપે ખાસ કંટ્રોલ રુમ પણ બનાવ્યો છે, જેમાં સરકારના તમામ પ્રધાનો અને સીએમ સહિતના
ભાષણો પણ રેકોર્ડ કરાઇ રહ્યા છે,,આમ ભાજપના આઇટી સેલનો જવાબ આપવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારની નારાજ યુવાનોને આઇટી સેલમાં જોડી રહ્યા છે જેના માટે ખાસ
ફોર્મ પણ ભરાવી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં સો, મિડીયા ઉપર આ યુધ્ધ તેજ થશે તેમાં કોઇ નવાઇ નહી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version