ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
ગુજરાતમાં આચાર્ય સંઘના પ્રમુખ સરકારના રમકણું બની ગયા હોવાના આરોપો લાગી રહ્યા છે, પરિણામે
અનેક જિલ્લા સંઘોએ વિરોધમાં પત્ર લખ્યા,સુત્રો કહી રહ્યા છે, કે પ્રમુખ જય પ્રકાશ પટેલે લુણાવાડા સીટ
ઉપરથી ઇલેક્શન લડવાના અભરખાના ભાગ રુપે સરકાર સાથે બેસીને શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસ ઘાત કર્યો છે

ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
આચાર્ય સંઘમાં પડ્યા તડા
ગુજરાતમાં આચાર્ય સંઘ, શિક્ષક વચ્ચે હાલ વિવાદ સપાટી ઉપર આવી ગયો છે, જે રીતે આચાર્યસંધના પ્રમુખ જયપ્રકાશ બી પટેલે
પહેલા એચ એસ સી અને એસ એસ સીની ઉત્તરવહીઓએના પરિક્ષણ મુદ્દે આદોલનનો એલાન આપી દીધુ,, 4 એપ્રિલે આદોલનની જાહેરાત
કરી દેવાઇ,, શિક્ષકો અને આચાર્યો આદોલનની તૈયારી કરે તે પહેલા જય પ્રકાશ પટેલ ઉપર આરોપ લાગી રહ્યાછે કે જે રીતે તેઓએ કોઇને પણ
વિશ્વાસમાં લીધા વિના જે રીતે આંદોલનની જાહેરાત કરી,તેવી જ રીતે જિલ્લા આચાર્ય સંઘોને વિશ્વાસમાં લીધા વિના
આદોલન સમેટવાની જાહેરાત કરી દેવાઇ, જેના કારણે આચાર્ય મહામંત્રી ઉમેશ પટેલે પણ પ્રમુખને પત્ર લખીને સ્પષ્ટતા કરવા કહ્યુ છે
તો બીજી તરફ ભરુચ જિલ્લા આચાર્ય સંધના પ્રમુખે પણ પત્ર લખીને પોતોની નારાજગી વ્યક્ત કરી છે,,

રાજકીય સ્વાર્થ અને લુણાવાડા ઇલેક્શન
સુત્રોની માનીએ તો જયપ્રકાશ પટેલે સમગ્ર રમત પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે કરી રહ્યા છે,
તેઓ આચાર્ય સંધના ઓથા હેઠળ 2022ના વિધાનસભા ચૂટંણી લુણાવાણાથી લડવા માંગે છે, અને એટલે જ
તેઓ સરકારમાં કહ્યાગરા બનવા માટે જાતે જ આદોલનન સમેટવાની જાહેરાત કરી દીધી,
કેટલાક આચાર્યોએ આ અંગે વિરોધ પણ નોધાવ્યો,,નારાજ આચાર્યોએ કહ્યુ કે જયપ્રકાશ પટેલે સરકાર સાથે બેસીને શિક્ષકો અને આચાર્યો સાથે દગો કર્યો છે,
કમ સે કમ આદોલન ચાર પાચ દિવસ સુધી ચલાવવાની જરુર હતી એક કે બે મુદ્દાઓ સરકાર માને પછી આંદોલનન ખેચવાની જરુર હતી
પણ જયપ્રકાશ પટેલે પોતાની રાજકીય સ્વાર્થની ચિન્તા કરીને આચાર્ય સંધ અને શિક્ષક સંઘનો ઉપયોગ કર્યો છે,
જાણીએ જયપ્રકાશ પટેલની કરમ કુંડળી
સુત્રોની માનીએતો
પહેલા તો વાલી મંડળમાં હતા, પછી શિક્ષક સંધ અને અંતે આચાર્ય સંઘમાં પહોચ્યા
નામ નહી લખવાના શરતે આચાર્ય સંધના હોદ્દેદારોએ જણાવ્યુ છેકે
કાવા દાવા કરીને તેઓ આચાર્ય સંધનો પ્રમુખ પદ કબ્જે કર્યો હતો,
તેમના સમયમાં 2 હજાર નોન ગ્રાન્ટેડ શાળાઓની મહત્તમ મંજુરી અપાઇ
તેઓ ગ્રાન્ટેટ શાળાઓનુ પ્રતિનિધિત્વ કરે છે કે નોન ગ્રાન્ટેડ શાળાઓનો તે એક સવાલ છે,
તેઓ મહિસાગર જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે
તેઓ 2017માં લુણાવાડા વિધાનસભા બેઠક માટે દાવો કર્યો હતો,જો કે ભાજપના આશિર્વાદ મળ્યા ન હતા
2019માં અપક્ષ ધારાસભ્ય રતન સિહ રાઠોડને ભાજપમાં લવાયા અને તેમને પ્રભાત સિહ ચૌહાણના સ્થાને
પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે મૈદાનમાં ઉતારાયા અને તેઓ ચૂંટણી જીત્યા,
પરિણામે રનતસિહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી,,
ત્યારે જયપ્રકાશ પટેલે ફરી આ સીટ માટે દાવો ઠોક્યો,, પણ ભાજપની નેતાગિરીએ તેમને કોઠું ના આપ્યું અને
બ્રહ્મ સમાજના વરિષ્ઠ આગેવાન એવા જીગ્નેશ સેવક ટિકીટ આપી,, અને તેઓ જીત્યા,,
સુત્રો કહે છે, તે સમય દરમિયાન જય પ્રકાશ પટેલે વિવિધ સંઘો પાસેથી ચૂંટણી માટે સહયોગ રાશી પણ ઉધરાવી હતી
જે રાશીનો ઉપયોગ જીગ્નેશ સેવકને પાડી દેવા માટે કરાયો, પણ જીગ્નેશ સેવકની સેવા સામે જય પ્રકાશ પટેલનો કારસો
ચાલ્યો નહી,
તે સિવાય પોતે તેમની પ્રમુખ તરીકે ટર્મ પુર્ણ થયા હોવા છતાં પહેલા એક વરસનું એક્સટેંશન લીધુ,, પછી પુર્ણકાલીક પ્રમુખ
રહેવાના બદલે માટે માત્ર છ મહિનાનુ વધારાનુ એક્સટેંશન લીધુ, ત્યારે કહેવાય છે કે તેઓ માત્ર 2022ના ઇલેક્શન દરમિયાન
શિક્ષકો અને આચાર્યોના ખભા બેસીને ભાજપ સરકારને દબાવીને ટિકીટ હાસંલ કરવા માંગે છે,
જો કે ટિકીટ અંગે નો નિર્ણય મોદી અને શાહ જ કરતા હોય છે,