અમદાવાદ

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

Published

on

સીઆર પાટીલનુ નાક કાપનારી મનિષ કુકડીયા કોણ છે

સીઆર પાટીલના ગઢ સમાન સુરતમાંથી ભાજપ સામે માઠા સમાચાર આવ્યા છે, 38 દિવસ પહેલા આપના જે કાઉન્સિલર્સને ભાજપાએ તોડી હતી તૈ પૈકી વોર્ડ નંબર ચારના કાઉન્સિલર મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઇ ગયા,ત્યારે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તેમને ઘર વાપસી કરાવી હતી,આપમાં આવતાની સાથે જ મનિષા કુકડિયા અને તેમના પતિ જગદિશ ભાઇએ ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, મનિષાબેને ભાજપમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યા કે સરકારી ગ્રાન્ટના 20 ટકા પાર્ટી ફંડમાં જમા કરાવી લેવાય છે.જે યોગ્ય નથી,

 

Advertisement

મનિષા કુકડિયા કેમ બન્યા ભાજપના બાગી
વર્ષ 2021માં છ મહાનગર પાલિકાની ચુટણી થઇ,જેમાં અમદાવાદ, રાજકોટ,વડોદરા જામનગર ભાવનગર મહાનગરમાં ભાજપની પ્રચંડ જીત થઇ, કોગ્રેસનો કક્કો નિકળી ગયો પણ સુરત જે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનુ ગઢ ગણાતુ હતુ, ત્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બન્યો,,સુરત મહાનગર પાલિકાના પરિણામો સી આર પાટીલ માટે આંચકા રુપ હતા.સુરતમાં જે રીતે આપનો ઉદય થયો, તેનાથી ભાજપ માટે ગાંધીનગરમાં અસ્તાંચલ દેખાતુ હતુ, આમ આદમી પાર્ટીના કાઉન્સિલર વિપક્ષની ભુમિકા કોગ્રેસ કરતા પણ વુધ આક્રમક રીતે ભજવતા હતા જેના કારણે સત્તાધારી ભાજપ ભીંસમાં મુકાતુ હતુ, તેવા સંજોગોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિત સિનિયર નેતાઓએ ઓપરેશન આપતોડ શરુ કર્યો,,જેના ભાગ રુપે આપના કાઉન્સિલર્સ ને તોડવના માટે સ્થાનિક આગેવાનોને જવાબદારી સોપી શહેર ભાજપના સિનિયર નેતાઓએ આમ આદમી પાર્ટીના ડગમગી જાય તેવા કોર્પોરેટર્સનો સંપર્ક સાધ્યુ,, તો કેટલાક લાલચુ કોર્પોર્ટર્સને સત્તાકિય અને આર્થિક પેકેજની ઓફર કરાઇ,, તો મનિષા કુકડિયા સહિત છ કાઉન્સિલર્સ ભાજપના પેકેજથી લલચાયા અને ભાજપમાં જોડાઇ ગયા,, તે સમયે ભાજપમાં જોડાનારા કાઉન્સિલરે મનિષા કુકડિયાએ કહ્યુ હતુ કે તેઓ પોતાના વિસ્તારના કામ વધુ સારી રીતે કરી શકે તેના માટે તેઓ ભાજપમાં જોડાયા છે

ભાજપમાં થાય છે ભ્રષ્ટાચાર -મનિષા કુકડિયા
જો કે 38 દિવસ બાદ જ મનિષા કુકડિયાના સુર બદલાયા છે, તેમને ભાજપ ઉપર જ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યુ છે કે સરકારી કામોમાં 20 ટકા ફંડ પાર્ટી ફંડ માટે જમા કરાવવાનુ હોય છે, જે માટે તેઓ તૈયાર ન હતા, તેઓને લાગ્યુ કે ભાજપ કરતા આમ આદમી પાર્ટી સારી હતી,, સાથે તેમના પતિ જગદિશ ભાઇએ પણ ભાજપમાં સ્વમાન ન જળવવાની વાત કરી હતી મનિષા કુકડિયાના નિવેદને ભાજપની ભ્રષ્ટચારમુક્ત શાષનની પોલ ખોલી નાખી છે,મનિષા કુકડિયાને ભાજપમાં લાવનાર નેતાઓની સ્થિતિ કફોડી થઇ છે, આમ તો વડા પ્રધાન નરેન્દ્રમોદી કહેતા હોય છેકે પુર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સમયમાં એક રુપિયા દિલ્હીથી મોકલવામાં આવે તો લોકો સુધી પહોચતા તે 15 પૈસા થઇ જતું, ત્યારે ભાજપમાં એક રુપિયો મોકલીએ તો સવા રુપિયો થઇ જાય છે, જો કે મનિષા કુકડિયાએ સ્થાનિક ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, અને સાબિત કર્યુ છે કે મોદીના ગુજરાતમાં પણ જો દિલ્હીથી એક રુપિયો આવે 20 ટકા પૈસા ભાજપના ફંડ માં જમા થાય છે બાકીના નાણાં ખાવામાં પણ હિસ્સેદારોની કમી નથી.

દિનેશ શર્માને થયો કડવો અનુભવ- થયા રફુચક્કર

Advertisement

મનિષા કુકડિયાએ અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓનુ સન્માન ન જળવાતા હોવાનુ પણ આરોપ લગાવ્યુ છે,એવી જ ઘટના અમદાવાદમા પણ બની હતી,,જ્યાં નવા સવા ભાજપમાં જોડેયલા દિનેશ શર્માને પણ કડવો અનુભવ થયો,, તેઓ વાજતે ગાજતે સામે થી કમલમમાં જઇને કેસરીયો કર્યો હતો પણ જ્યારે તેઓ એરપોર્ટ પાસે આયોજિત ભાજપના કાર્યક્રમમાં પહોચ્યા જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ હાજર હતા ત્યા તેમને કોઇએ પુછ્યુ પણ ન હતું ભાજપના સ્થાનિક નેતાઓએ તેમની સાથે વાતો કરવાનુ પણ ટાળ્યુ હતુ, જેથી તેઓએ ત્યાંથી રફુચક્કર થઇ ગયા છે,

 

Advertisement

10 Comments

  1. Pingback: શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા ! – Panchat TV

  2. Pingback: કોગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV

  3. Pingback: કોંગ્રેસના દિગ્ગજ નેતાની રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV

  4. Pingback: પત્નીના પાટીદાર પાવર સામે શુ ભરત સિહ સોલંકીનુ થશે રાજકીય સુર્યાસ્ત ! – Panchat TV

  5. Pingback: ટ્ટીટર સ્પેશ કાર્યક્રમ કોગ્રેસને ગાંધીનગરમાં સ્પેશ અપાવશે ! – Panchat TV

  6. Pingback: Bharatsinh Solanki Duryodhan then Amit Chavda Dushasan Vandana Patel

  7. Pingback: મોદીના ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની આબરુ કાઢતા અધિકારીઓ  - Panchat TV

  8. Pingback: પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક ! - Panchat TV

  9. Pingback: વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ - Panchat TV

  10. Pingback: ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ ! - Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version