ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેંચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ
વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે, આ બન્ને નેતાઓ માટે પાર્ટી ફર્સ્ટ છે,ત્યારે બીજી તરફ ઉમેદવારોની પસંદગી થાય તે પહેલા જ અમદાવાદ શહેરમાં ભડકો થયો છે, અમરાઇવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ સામે તેમના જ મત વિસ્તારના સીનિયર પુર્વ કોર્પોરેટર્સ હોદ્દેદારો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે,આ બાબતે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહ,અને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ડો,કિરીટ સોલંકીને રજુઆત કરાઇ છે,કે અમરાઇવાડી વિધાનસભા બેઠક પર ઉત્તર ગુજરાતના મતદારોની સંખ્યા વધુ હોવાથી ઉત્તર ગુજરાતના ઉમેદવારની પસંદગી કરવામાં આવે, વર્તમાન ધારાસભ્ય જગદીશ પટેલ ઝાલાવાડી પટેલ હોવાથી તેઓ ભેદભાવ ભર્યુ વલણ ઉત્તર ગુજરાતના કાર્યકર્તાઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ કરાયો છે,
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને અમદાવાદ પુર્વ લોકસભા બેઠક પરથી ટિકીટ આપી હતી, તેઓ વિજેતા બનતા અમરાઇવાડી વિધાનસભા બેઠક ખાલી પડતા વડા પ્રધાન નરેન્દ્રમોદીએ તેમના વિશ્વાસુ પુર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલને ટિકીટ આપી હતી, જેને કારણે આ બેઠક પરના દાવેદારોના હોસકોસ ઉડી ગયા હતા, જેને લીધે જગદીશ પટેલને બાાય ઇલેક્શનમાં હરાવવા માટે અનેક રાજકીય પેતરા પણ તેમના નજીકના લોકોએ જ કર્યા હતા, આમ છતાં તેઓ ભાજપના આંતરિક વિરોધ વચ્ચે ચૂંટણી જીતવામાં સફળ થયા હતા,
હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની તૈયારીઓ છે ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા ભાજપ દ્વારા હાથ ધરવામા આવનાર છે, આમ જોવા જઇએ તો અમરાઇવાડી વિધાનસભા બેઠક માટે જગદીશ પટેલની ટીકીટ કન્ફર્મ માનવામાં આવે છે.ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જગદીશ પટેલ સામે અત્યારથી જ તાપણું શરુ થઇ ગયું છે, ધારાસભ્ય જગદીશ પટેલની સામે ઉત્તર ગુજરાતના પાટીદાર સહિત અન્ય સમાજના લોકોએ તેમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતો પત્ર શહેર ભાજપ પ્રમુખ અમિતશાહ અને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ડો કિરીટ સોલંકીને મળીને હાથો હાથ આપ્યો છે, અને ઉત્તર ગુજરાતના વ્યક્તિ ટિકીટ આપવામાં નહી તો જો જગદીશ પટેલને ટિકીટ આપવામાં આવશે તો ભાજપ અમરાઇવાડીમાં 20 હજાર મતોથી હારશે,તેવી આંશકા વ્યક્ત કરાઇ છે,
આ મુદ્દે જગદીશ પટેલને સંપર્ક કરાયો ત્યારે તેઓએ જણાવ્યું કે આ પાર્ટીનો વિષય છે, આમાં હુ કઇ બોલી નહી શકું, પાએ નક્કી કરવાનુ છે કે કોને ટિકીટ આપવી કોને નહી,
ઉલ્લેખનિય છે કે આ બેઠક ઉપર પાટીદાર ઉમેદવારોની વતા કરીએ તો
પુર્વ કોર્પોરેટર અશોક પટેલ,
પુર્વ કોર્પોરેટર બાબુ ભાઇ પટેલ
પુર્વ કોર્પોરેટર સેવંતીલાલ પટેલ
પુર્વ કોર્પોરેટર, મહેશ પટેલ
પુર્વ કોર્પોરેટર શૈલેષ પટેલ
પુર્વ કોર્પોરેટર જયેશ પટેલ
બિલ્ડર, રમેશ કાંટાવાલા,
કોર્પોરેટર-કમલેશ પટેલ
પુર્વ કોર્પોરેટર-મહેન્દ્ર પટેલ
પુર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલ (જલધારા)
પુર્વ કોર્પોરેટર બાબુભાઇ દેસાઇ ભાઇપુરા
ઓબીસીમાંથી ટિકીટ આપવાની હોય અશ્વિન ચૌધરી
પુર્વ ડેપ્યુટી મેયર રમેશ ભાઇ દેસાઇ દાવેદાર માનવામાં આવે છે,
એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા